SURAT

થાઈલેન્ડથી દેહ વ્યાપાર કરાવવા ફરી સુરત આવી અને ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાઇ

સુરત: ઉમરા પોલીસની હદમાં વેસુ (vesu ) ખાતે સ્પાની (Spa) આડમાં ચાલતા મસાજ પાર્લરમાં (Massage Parlour) લલનાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતી થાઈલેન્ડની (Thailand) મહિલાની ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી હતી. મહિલા થાઈલેન્ડ ભાગી ગયા બાદ એક મહિના પહેલા સુરત આવી હતી.પોલીસ કમિશનરે અગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને વેસુ વીઆર મોલ પાસે દેહવ્યાપારના ગુનામાં વોન્ટેડ આરોપી ઊભી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી ક્રાઈમ બ્રાંચે મહિલા આરોપી ફાટયાડા ઉર્ફે સ્માઈલી કીડફોખીનકન (ઉ.વ.૩૩, રહે.મકાન નં-૪૬૭ મહેશભાઈ દુલાભાઈના મકાનમાં બાપુનગર મગદલ્લા તથા મુળ રાતચાસીમા થાઈલેન્ડ) ને ઝડપી પાડી હતી.

  • વીઆર મોલ પાસે દેહવ્યાપારના ગુનામાં વોન્ટેડ આરોપી ઊભી હોવાની બાતમી મળી હતી
  • બાપુનગર મગદલ્લા તથા મુળ રાતચાસીમા થાઈલેન્ડ) ને ઝડપી પાડી હતી.

સ્પાના નામે બહારથી આવતી લલનાઓને પહોંચાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી
આ મહિલા ઉમરા પોલીસ સ્ટેશનમાં દેહવ્યાપારના 3 ગુનામાં વોન્ટેડ હતી. પકડાયેલી મહિલા આરોપી થાઈલેન્ડની રહેવાસી છે. જે વર્ક વીઝા લઈ સુરત શહેરમાં આવી છે. અને અહી ઉમરા પોલીસની હદ વિસ્તારમાં વેસુમાં આવેલા અલગ અલગ સ્પા/મસાજ પાર્લર “આર-૧ સ્પા મસાજ પાર્લર”તથા “કોરલ પ્રાઈમ સ્પા મસાજ પાર્લર”તથા “થાયા સ્પા”નામના મસાજ પાર્લરોમાં સ્પાના નામે બહારથી આવતી લલનાઓને પહોંચાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. તે પરત થાઈલેન્ડ નાસી ગઈ હતી. અને હાલ એક મહિના અગાઉ ફરીથી સુરત આવી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે તેને પકડી પાડી હતી.

Most Popular

To Top