સુરત: (Surat) વીઆઈપી રોડ પર મહાલક્ષ્મી ડ્રીમ્સમાં કિયા સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર ઉમરા પોલીસે (Police) રેઈડ (Raid) કરી હતી. પોલીસે સ્પાની માલિક અને મેનેજર સહિત 6 ગ્રાહકો સામે ગુનો નોંધ્યો હતો. તથા 20 મહિલાઓને મુક્ત કરીને 31 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
- વેસુ વીઆઈપી રોડ ઉપર આગમ શોપિંગ વર્લ્ડની પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્યિા સ્પા નામની દુકાનમાં મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો
- સ્પાની અંદર 10 કેબિનો બનાવી હતી. અંદર જઈને જોતા એક કેબિનમાંથી 16 લલનાઓ મળી આવી હતી. અન્ય કેબિન ચેક કરતા અલગ અલગ 3 કેબિનમાં 3 લલના ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
- હીરાના વેપારી સહિત 6 ગ્રાહક સાથે સ્પા માલિક અને મેનેજર સામે ગુનો નોંધી 20 મહિલાને મુક્ત કરાઈ
વેસુ વીઆઈપી રોડ ઉપર આગમ શોપિંગ વર્લ્ડની પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્યિા સ્પા નામની દુકાનમાં મસાજ પાર્લરની (Massage Parlor ) આડમાં દેહ વેપારનો (Prostitution) ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી ઉમરા પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે રેઈડ કરતા કાઉન્ટર ઉપર બે વ્યક્તિ મળી આવ્યા હતા. અંદર 10 કેબિનો બનાવી હતી. અંદર જઈને જોતા એક કેબિનમાંથી 16 લલનાઓ મળી આવી હતી. અન્ય કેબિન ચેક કરતા અલગ અલગ 3 કેબિનમાં 3 લલના ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
આ સિવાય પોલીસે ગ્રાહકો હિમાંશુ રોહીતસિંગ રાજપુત, પંકજ જયરાજસિંહ રાજપુત, હરીશ રાજબહાદુર પાલ, યોગેશ નીમ્બાભાઈ માલી, સુનિલ રામજસ યાદવ, મનોજ ગોપાલ પેંડાલકરને પકડ્યા હતા. પોલીસે કાઉન્ટરમાંથી 20,960 રૂપિયા રોકડા મળી કુલ 30960 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ સિવાય એક બંધ કેબિનમાંથી એક મહિલા મળી કુલ 20 મહિલાઓ મળી આવી હતી. સ્પા માલિક અનુરાગ તિવારી ગ્રાહકો પાસેથી મસાજના 1000 રૂપિયા લેતો હતો. અને તેમાંથી મહિલાઓને વ્યક્તિ દિઠ 500 રૂપિયા આપતો હતો. પોલીસે સ્પાના માલિક અનુરાગ તિવારી (ઉ.વ.30, રહે.અપેક્ષાનગર, પાંડેસરા), મેનેજર વિક્કી ચૌધરી (ઉ.વ.19, રહે.ભીમનગર ભેસ્તાન) તથા 6 ગ્રાહકો સામે ગુનો નોંધી તમામ 20 મહિલાઓને મુક્ત કરી હતી.
ડિંડોલીમાં માર્ક પોઈન્ટના બે ફ્લેટમાં કુટણખાનું ચલાવતી બે મહિલા ઝડપાઈ
ડિંડોલી પોલીસને પણ કરાડવા રોડ પર માર્ક પોઈન્ટના ફ્લેટ નંબર સી 209 તથા સી 305 માં ભાવના અને આશા નામની બે મહિલાઓ દ્વારા કુટણખાનુ ચલાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ડિંડોલી પોલીસે રેઈડ કરી હતી. દરમિયાન અંદર ભાવનાબેન ચંદુભાઈ જાની (ઉ.વ.45, રહે.માર્ક પોઈન્ટ ડિંડોલી તથા મુળ ભાવનગર) તથા આશાબેન ભીમસીંગ ભીમરાવ (ઉ.વ.45, રહે.માર્ક પોઈન્ટ, ડિંડોલી) મળી આવી હતી. અંદરના રૂમમાં તપાસ કરતા એક મહિલા અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ વ્યક્તિનું નામ પુછતા સુધિર જયસીંગ કટારીયા (ઉ.વ.34, રહે.શિવપાર્ક ગોડાદરા) હોવાનું તથા પોતે રત્નકલાકાર હોવાનું જણાવ્યું હતું. પોલીસને ફ્લેટમાં તપાસ કરતા 5 ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તમામ સામે ફરિયાદ દાખલ કરી 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.