સુરત: સુરત વેસુના(Vesu) એક નવનિર્મિત બિલ્ડિંગના(Building) છઠ્ઠા(Six) માળેથી નીચે પટકાયેલા નવ યુવાનનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત(Death) નીપજ્યું હતું. મૃતક અલકેશ લોડિંગ લિફ્ટના પાલક અને ફ્લોર વચ્ચેના લાકડાના ટેકા પર ઉભો રહી મટીરીયલ ખાલી કરાવવા જતા ટેકો તૂટી પડતા નીચે પટકાયો હોવાનું સામે આવ્યું હતું. ચાર સંતાનોમાં અલકેશ મોટો દીકરી હોવાનું અને માતાની નજર સામે નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું છે.
વિનુભાઈ દામોરે જણાવ્યું હતું કે, તેઓ MPના રહેવાસી છે અને એક વર્ષથી સુરતમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આવ્યા છે. ઘટના રવિવારની સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં બની હતી. અલકેશ (ઉ.વ. 19) છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટીરીયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરી નીચે જતા જ લાકડાના ટેકા ઉપર ઉભેલો અલકેશનો ટેકો તૂટી જતા લિફ્ટના પાલકમાં નીચે પટકાયો હતો. ઘટના બાદ અલકેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં એનું ટૂંકી સારવાર બાદ આજે સવારે મોત નીપજ્યું હતું.
વધુમાં જણાવા મળ્યું છે કે ચાર સંતાનોમાં અલકેશ મોટો દીકરો હતો. માતાની નજર સામે ઘટના બનતા ચિચયાળી નીકળી ગઈ હતી. અલકેશને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ તમામ સારવાર ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. અલકેશનું મોત એક અકસ્માત હતું. અલકેશ અને એની માતા આ સાઈડ ઉપર કામ કરતા હતા. હાલ વેસુ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
સુરત: વેસુમાં કન્સ્ટ્રક્શન સાઈડથી 60 ફૂટ નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત
By
Posted on