SURAT

કોરોના પોઝિટિવ આવતા આરોપીએ 108માંથી કૂદકો માર્યો અને મોતને ભેટ્યો

સુરત: (Surat) અમરોલી બ્રિજ ઉપરથી પસાર થતી વેળા પોલીસ જવાનને ધક્કો મારી વાહન ચોર યુવકે તાપી નદીમાં પડતું મુકી દીધું હતું. વાહન ચોર યુવક કોવિડ પોઝિટિવ તરીકે આવતા તેને સારવાર માટે 108માં લઇ જવામાં આવતો હતો. સુરતમાં પોલીસ (Police) દ્વારા ધરપકડ કરવામાં આવતા દરેક આરોપીનો કોરોના વાઇરસનો ટેસ્ટ (Test) કરવામાં આવે છે. આ આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને 108માં સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે એમ્બ્યુલન્સમાંથી ચાલુ ગાડીએ ઉતરી જઈને ભાગવા જતા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોટાવરાછા સનરાઇઝ કોમ્પ્લેક્ષ પાસે પાસે ફુટપાઠ પર રહેતો અને મૂળ રાજસ્થાનના બાંસવાડાનો વતની 24 વર્ષિય દિવાન નાથુભાઇ ભાભોરને તાજેતરમાં કાપોદ્રા પોલીસે વાહન ચોરીના (Vehicle theft) ગુનામાં પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરતા તેને મોટરસાઇકલ અમરોલી પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હતી. જેના કારણે કાપોદ્રા પોલીસે તેનો કબજો અમરોલી પોલીસને સોપ્યો હતો. અમરોલી પોલીસે ગઇકાલે વાહન ચોર દિવાન ભાભોરનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો.

અમરોલી પોલીસે ગઇકાલે સાંજે તેને મેડિકલ અને કોવિડ-19ની તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં તેનું મેડિકલ અને કોવિડની તપાસ બાદ ફરી અમરોલી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તબીબોએ તેનો કોવિડ-19નો રીપોર્ટ ચેક કરતા તેની જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે અમરોલી પોલીસના અધિકારીઓ દ્વારા 108ને બોલાવી તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે રાત્રે સાડાદસ વાગ્યે લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ અમરોલી બ્રિજ પરથી પસાર થતી વેળા 108ની બારી ખુલ્લી હોવાનો ફાયદો દિવાન ભાભોરે ઉઠાવી બારીમાંથી કુદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારે જ તેની સાથે ફરજ પર હાજર બાબુભાઇ નામના પોલીસ જવાનને દિવાનને પગની બાજુથી પકડી પાડ્યો હતો. જો કે દિવાને પોલીસ જવાનને પણ લાત મારી પાડી દીધો હતો અને ત્યારબાદ તે બારી વાટે તાપી નદીમાં કુદી પડ્યો હતો. તે પહેલા 108માંથી બ્રિજ પર પડ્યો હતો અને ત્યારબાદ તેને તાપી નદીમાં ઝુંપાલાવ્યું હતું. આ ઘટનાને પગલે અમરોલી અને કતારગામ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. બંને પીઆઇ સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અમરોલી પોલીસે હાલ અકસ્માત મોતની નોંઘ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top