SURAT

સીમાડા ગામ નજીક 22 માળની બિલ્ડીંગ પાસે ઝુંપડપટ્ટીમા સંતાડેલી 11 બાઈક મળી આવી

સુરત : અનેક સ્થળે ઘરફોડ તથા વાહનચોરી (Vehicle Theft) કરતા બે આરોપીઓને પૂણા પોલીસે (Pune Police) ઝડપી પાડી 12 ગુનાઓ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓ (Accused) પાસેથી 7.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ચોરીની 11 બાઈક સીમાડા ગામ પાસે આવેલા ૨૨ માળની બિલ્ડીંગ પાસે ઝુંપડપટ્ટીમાં એક અવાવરૂ ખુલ્લી જગ્યાએ મુકી રાખી હતી.પૂણા પોલીસે બાતમીના આધારે કેનાલ રોડ પર આવેલા રેશ્મા રો હાઉસ ચાર રસ્તા બ્રિજ નીચેથી અલ્કેશ ઉર્ફે બુડ મોહનભાઈ ભુરીયા (ઉ.વ.20 ધંધો-કડીયાકામ રહે-૨૨ માળની બિલ્ડીંગની સામે ઝુંપડપટ્ટીમાં સિમાડા ગામ સરથાણા સુરત તથા મુળ બાસંવાડા, રાજસ્થાન) અને સુકરામ ઉર્ફે ગોલુ રામચંદ નિનામા (ઉ.વ.20 ધંધો-મજુરી રહે-બાપા સિતારામ ચોક સિલ્વર બિઝનેસની સામે બી.આર.ટી.એસ રોડ સીમાડા સરથાણા) ને પકડી પાડ્યો હતો.

12 ગુનાઓ ભેદ ઉકેલી કાઢ્યો
તેની પાસેથી એક બાઈક કબજે લીધી હતી. તથા ચોરી કરી સંતાડી રાખેલી ૧૧ જેટલી બાઈક સરથાણાના સીમાડાગામ પાસે આવેલી 22 માળની બિલ્ડીંગ પાસે ઝુંપડપટ્ટીમાં એક અવાવરૂ ખુલ્લી જગ્યાએથી મળી આવી હતી. પોલીસે ૬.૯૨ લાખની કિંમતની કુલ 12 બાઈક, 3 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 1 હેર ડ્રાયર મશીન મળી કુલ્લે 7.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા આરોપીઓ કડીયાકામ મજુરીકામ કરે છે. વધુ પૈસા કમાવવા અને પોતાના મોજશોખ પુરા કરવા અવાવરૂ જગ્યાએથી વાહનો ચોરી કરી બંધ દુકાનોના શટરો તોડી ચોરીઓ કરતા હતા.

જમીનનો બોગસ પાવર બનાવી વેચી નાંખવાના ગુનામા એક ઝડપાયો
સુરતઃ મિત્રો સાથે મળી સગા ભાઇની જમીનનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે જમીનનો સોદો કરી ઠગાઇ કરવાના કેસમાં ઇકો સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.ઓલપાડ ખાતે પાદર ફળિયામાં રહેતા જશવંતભાઇ શાંતિલાલ પટેલે તેમના સગા ભાઈ કિશોરભાઇ શાંતિલાલ પટેલ તથા તેના મિત્રો પ્રદીપભાઇ ભાવેશભાઇ વામજા (પટેલ), ચકુરભાઇ રણછોડભાઇ હડિયા, મિલાપભાઇ ઢકાણ તથા કનુભાઇ મકવાણા વિરૂદ્ધ ક્રાઈમબ્રાંચ ઇકોસેલમાં ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું.

બે બોગસ પાવર ઓફ એટર્નીઓ બનાવ્યા હતા
તેમની તથા તેમના કાકા ઠાકોરભાઇ ગુમાનભાઇ પટેલની માલિકીની વરિયાવનાં બ્લોક નંબર 132/અ તથા બ્લોક નંબર 132/બ અને મોજે ગામ કોસમના બ્લોક નં.8-અ વાળી જમીનો આવેલી છે. તે જમીનનો તેમના સગાભાઈ અને તેના મિત્રોએ ભેગા મળી કિશોરભાઇ શાંતિલાલ પટેલના નામના બે બોગસ પાવર ઓફ એટર્નીઓ બનાવ્યા હતા. બોગસ પાવરના આધારે જમીનનો સોદો રાજુભાઇ ભરવાડ તથા અરજણભાઇ આગઠ સાથે કર્યો હતો. તે જમીનની સોદાયીઠ્ઠીઓ બનાવી જમીન અંગે વેચાણ અવેજ સ્વીકાર્યો હતો

Most Popular

To Top