Charchapatra

શાકાહાર અને માંસાહાર

હમણાં એક ડોકયુમેન્ટરી ગેમ ચેન્જર્સ જોવામાં આવી. એમાં શાકાહાર શું છે તે ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે. આ ડોકયુમેન્ટરી જોયા પછી ઘણાં નામી વ્યકિતઓ શાકાહાર તરફ વળ્યા છે. હાલમાં સમાચાર છે કે ક્રિકેટનો ભારતનો સફળ કેપ્ટન વિરાટ કોહલી પણ આ ડોકયુમેન્ટરી જોઇ શાકાહારી બની ગયો અને એણે પોતાના અનુભવમાં જણાવ્યું કે તે માંસાહારી કરતાં શાકાહારી બન્યા પછી ઘણો ફીટ અનુભવી રહયો છે. ઘણાં ફિલ્મી જગતના કલાકારો પણ આ ડોકયુમેન્ટરી જોયા પછી શાકાહાર તરફ વળ્યા છે.

આજનો સિત્તેર વર્ષનો ફિલ્મી જગતનો યુવાન અમિતાભ બચ્ચન ગળથૂથીથી જ શાકાહારી છે અને એક યુવાનને શરમાવે એવી એકટીંગ આજે પણ કરે છે. સામાન્ય માન્યતા એવી છે કે શાકાહારી કરતાં માંસાહારીમાં જોર વધુ હોય છે પરંતુ વિશ્વનાં ઘણાં એવા રેસલરો શાકાહારી છે. છતાં માંસાહારી કરતાં રેસલરો કરતાં વધુ તાકાતવર છે. હમણાં જે કોરોના વાયરસ ચીનમાંથી આવ્યો તે માંસાહારને લીધે જ આવ્યો.

ભારતમાં પણ પ્રાચીન સમયથી માંસાહાર ચાલે છે પરંતુ ભારતનો મોટો ભાગ પ્રાચીન સમયથી શાકાહારી છે. વિદેશ જઇ આવેલા લોકો ભારતમાં માંસાહારના શોખીન છે અને વારંવાર બિમારી ભોગવે છે. કોરોના વાયરસનો ભોગ પણ વિશ્વમાં જેટલા માંસાહારી છે તે બન્યા છે. શાકાહારીઓને જૂજ કોરોના સ્પર્શી ગયો છે. એટલે વિશ્વમાં ભારતમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંક નહીંવત્ છે.

આજે તો શાકાહારીમાં પણ દૂધ અને દૂધની બનાવટ નહીં ખાનારા વધી રહયા છે. ભારતમાં ગાયને માતા તરીકે ઓળખે છે અને ઘણાં ધાર્મિક લોકો દૂધ અને તેની બનાવટની વસ્તુઓ ખાતા નથી. જે સ્ત્રીઓ માંસાહારી છે તેને બ્રેસ્ટ કેન્સર વધુ થાય છે. શાકાહારી સ્ત્રીઓમાં હજી સુધી બ્રેસ્ટ કેન્સર થયાના દાખલા નોંધાયા નથી. ભારત પ્રાચીનકાળથી દરેક વાતમાં વિશ્વનું મોડેલ રહ્યું છે. આપણે માંસાહારનો ત્યાગ કરાવી આપણા યુવાનોને શાકાહાર તરફ વાળીએ!

પોંડીચેરી – ડો. કે. ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top