દરેક સીઝનમાં બધા જ ફળો અને શાકભાજી મળતા નથી ગયા છે. જે સીઝન પૂરતા જ મળતા હતા તે શાકભાજી ફળો બારે માસ દેખાવા માંડયા છે. પરંતુ આ ફળો ઉપર પાવડરનો છંટકાવ તથા ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે તેથી શાકભાજી ફળોના પોષક તત્વમાં કમી આવી જાય છે તેમજ ખેતી કરતી વખતેપણ જંતુનાશક દવાનો છંટકાવ વધારીને વધારો કરવામાં આવે છે.
આવા ફળો અને શાકભાજીના ઉપયોગથી કેન્સર અને બીજા ભયજનક રોગોમાં વધારો જોવા મળે છે. તદઉપરાંત વિટામીન બી અને ડીની કમી 90 ટકા લોકોમાં આવી જાય છે અને હવે તો દૂધ,ઘી વિગેરેમાં મીલાવટ કરવામાં આવે છે તો મનુષ્યના આરોગ્ય માટે કેટલુ વ્યાજબી? સરકાર ખેતીમાં ભ્રષ્ટાચાર માટે જો નિયમ બનાવતા હોય તો આ પણ જરૂરી છે કે માનવીના આરોગ્ય સાથે જે ચેડા કરવામાં આવતા હોય તો પહેલા એના માટે નિયમ બનાવવા જોઇએ.
અમુક ફળો કે શાકભાજી પર દેખાય છે કે પાવડર છાંટવામાં આવ્યો છે છતાં એ લોકો પર કોઇ કાયદો લાગુ નથી પડતો કોઇ ચેકીંગ કે કોઇપણ પ્રકારના નિયમ લાગુ પડતા નથી તો આ બાબતે સરકારે આંખ ખોલવી જરૂરી છે.
સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.