બે સંતાનની માતા સાથે ફેસબુકમાં મિત્રતા કેળવીને વિધર્મી યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યો – Gujaratmitra Daily Newspaper

SURAT

બે સંતાનની માતા સાથે ફેસબુકમાં મિત્રતા કેળવીને વિધર્મી યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યો

સુરત : વેડરોડ (vedroad) પર રહેતી બે સંતાનની માતા સાથે ફેસબુકમાં (sosyal Media) મિત્રતા (Friendship) કેળવીને વિધર્મી યુવકે વારંવાર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રની જેલમાંથી જામીન મુક્ત થયેલા મહિલાના પતિને આ વાતની જાણ થતા પોલીસમાં (Police) ફરિયાદ કરવામાં આવી હતી. બનાવ અંગે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ વેડરોડમાં રહેતી મહિલાનો પતિ છેલ્લા એક વર્ષથી અપહરણ અને ખંડણીના ગુનામાં મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. આ દરમિયાન ફેસબુક ઉપર મહિલાનો સંપર્ક હોડી બંગલાના નવાબ ટી સ્ટોર પાસે રહેતા જાબીર શેખની સાથે થયો હતો.

મહિલાની સાથે વાતો કરીને મળવાનું શરૂ કર્યું હતું
જાબીરે મહિલાની સાથે વાતો કરીને મળવાનું શરૂ કર્યું હતું. દરમિયાન જાબીરે એક રિક્ષાવાળા મલેકને સાથે લઇ જઇને મહિલાને ફરવા લઇ ગયો હતો. જાબીર મહિલાને ભરીમાતા રોડ ઉપર ગંદા નાળાના પુલ નજીક લઇ ગયો હતો અને ત્યાં જાબીરે મલેકને રિક્ષામાંથી ઉતારી દીધો હતો અને બહાર નજર રાખવા માટે જણાવ્યું હતું, બાદમાં જાબીરે મહિલાની સાથે રિક્ષામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. ત્રણ દિવસ પહેલા મહિલાનો પતિ મહારાષ્ટ્રની જેલમાંથી જામીન ઉપર મુક્ત થઇને સુરત આવ્યો હતો.

મહિલાએ પતિને હકીકતો કહી પોલીસ ફરિયાદ આપી
આ જાબીર વારંવાર મહિલાને ફોન કરીને મળવા માટે બોલાવવા માટે પ્રેશર આપતો હતો. આ ઘટના અંગે મહિલાના પતિને જાણ થઇ હતી, બાદમાં મહિલાએ પતિને તમામ હકીકતો કહીને ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે ચોકબજાર પોલીસે જાબીર અને મલેકની સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વઘઇની સાવરખડી ગામની સગીરાને યુવાન ભગાડી ગયો
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાવરખડી ગામની સગીરાને ગામનો યુવાન રોહિતભાઈ યોગેશભાઈ જોગારે જોડે પ્રેમ સંબધ બંધાયો હતો.ગત જુલાઈની 17મી તારીખે યુવાન રોહિત જોગારે અમારી સગીરવયની દીકરીને વાપી ભગાડી ગયો હતો. જેથી સગીર દીકરીનાં માતા પિતા દ્વારા શોધખોળ કરી દીકરીને સમજાવી પરત ઘરે લઈ આવ્યા હતા. સાવરખડી ગામે સગીરા સહિત તેનો પરિવાર સૂતો હતો. અને સવારે પરિવારજનોએ ઉઠીને જોતા સગીર દીકરી જોવા મળી ન હતી. આ દીકરીનાં માતા પિતાએ અગાઉ ભગાડી જનાર યુવાનનાં ઘરે શોધખોળ આરંભતા યુવાન પણ મળ્યો ન હતો.

Most Popular

To Top