Dakshin Gujarat

વાંસદાના નાની ભમતી ગામમાં કાર સાથેના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

વાંસદા : વાંસદા (Vasda) તાલુકાના નાની ભમતી ગામે સડક ફળિયા ખાતે વાંસદા – ચીખલી રોડ ઉપર મોટર સાયકલનો (Motor Cycle) ચાલક બિપીન મહેશભાઈ તુંમડા અને તેની સાથે સવાર હિરેનની મોટર સાયકલને સામેથી આવતી કારના ચાલકે ગાડી પૂર ઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મો.સા. ચાલક બિપીનનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક પર સવારને 108 એમ્બ્યુલન્સ મારફતે વાંસદા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. આ સમગ્ર બનાવવા અંગે મરનારના પિતા મહેશ તુંમડાએ ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

આહવા – વઘઇ ધોરીમાર્ગ પર બાઇક સ્લીપ થતા બે ઘવાયા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં દાવદહાડ ગામ નજીકનાં વળાંકમાં પિંપરીથી આહવા તરફ જઈ રહેલી મોટરસાયકલ ન. જી.જે.15.એફ. 2354નાં ચાલકે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા આ મોટરસાયકલ માર્ગમાં સ્લિપ થઈ ગઇ હતી. જેમાં સવારો વિજય પવાર તથા રમેશભાઈ પવાર (બન્ને રહે. પિંપરી. તા.આહવા જિ.ડાંગ)ને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે નં.૮ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું કરૂણ મોત
અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાયો હતો. તેને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન વાહનોનું ભારણ વધ્યું છે, ત્યારે સમય કરતાં જલ્દી પહોંચવા કેટલાક વાહન ચાલકો ફૂલ ઝડપે ગાડીઓ ચલાવીને અન્ય વાહન ચાલકોને પણ જીવના જોખમમાં મુકતા હોય છે. આવો જ બનાવ શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ વચ્ચે બન્યો છે. એક યુવાન પોતાની મોટર સાયકલ લઈને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે રોડ પર લોક ટોળા એકત્રિત થઈ ગયા
આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાતા શરીર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોક ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવીને બાઈક સવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત સર્જનાર વાહન ચાલકને શોધવાની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top