Dakshin Gujarat Main

વાંસદામાં ખાડા-રસ્તા રિપેર નહીં થતાં ‘ખાડા મહોત્સવ’

વાંસદા: વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 પર પડેલા ખાડાઓ અને બિસ્માર રસ્તાઓ રિપેરીંગ ન થતાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હનુમાનબારી ખાતે નેશનલ હાઈવે પર ખાડાની પૂજા કરી હતી, ખાડા પૂજા દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ વાંસદા ચીખલીના ધારાસભ્ય એ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું હોય, જેને લઇ આ ખાડા મહોત્સવ દરમિયાન ઠેર ઠેર ખાડા પૂજા, વૃક્ષારોપણ ખાડા ઉપર કપડાં ધોવાનું તેમજ વાસણ ધોવાના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ, સરપંચ મનીષ પટેલ, અનિલ પટેલ, વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, ચંપાબેન, મહિલા પ્રમુખ અંજનાબેન, ધર્મેશ ભોયા, રાજેશ પટેલ અને કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.

વાંસદા તાલુક ભાજપ દ્વારા કોંગ્રેસ વિરૂદ્ધ મામલતદારને આવેદન
ભારતીય જનતા પાર્ટી વાંસદા તાલુકા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવ્યા મુજબ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તાલુકામાં વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં ઉશ્કેરાટનો માહોલ ઊભો કરી ખોટી રીતે ઘર્ષણ કરી, સારા વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ ધારાસભ્ય દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે છે તે તમામ કાર્યક્રમોની જાણકારી જે તે લાગતા વળગતા અધિકારીઓ અને સરપંચોને કાયદેસરની જાણકારી આપવામાં આવતી નથી.
વરસાદ બંધ થતાં વાંસદાના રસ્તા રિપેર કરાવીશું: સરપંચ
પુષ્કળ વરસાદના કારણે વાંસદાના રસ્તાઓ તુટી ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં વરસાદ થંભી જાય એટલે મરામત કરવામાં આવશે. વાંસદામાં ધારાસભ્યએ વિરોધ કરવો હશે તો પહેલા સરપંચની પરવાનગી લેવી પડશે બાકી ઘર્ષણ થાય તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે, એમ વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલે જણાવ્યું હતું.

ચીખલીના આમધરામાં ચેકડેમ ઊંડા કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ

ઘેજ: ચીખલીના આમધરામાં ચેકડેમ ઊંડા કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિકો દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે. આમધરા ગામમાં માર્ચ 21થી જૂન-22 જેટલો લાંબો સમય દરમ્યાન ચેકડેમ ઊંડા કરવાનું કેમ ચાલ્યું? જૂલાઇ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં વરસાદ ઉપરાંત નદીમાં પાણી પણ હોય તેવા સમયે ચેકડેમ ઊંડા કરવાનું કામ કઇ રીતે થયું ? તેવા સવાલો સાથે આમધરાના ગ્રામજનો દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top