સાવલી: સાવલી તાલુકાના વસંત પુરા ગામે અચાનક ૨૫થી ૩૦ જેટલા કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો છે જ્યારે કાગડાના ભેદી મોતના પગલે બર્ડ ફ્લુ ની આશંકાએ મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં આજરોજ સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુ અચાનક જ જ્યારે સમગ્ર પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્ના હોય તેવા સમયે અચાનક ૩૦ જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં ટપોટપ મૃત્યુ પામતા ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે ગામના સેવા ભાવી યુવાનો એ આ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા છે.
જ્યારે સમગ્ર વિસ્તારના લોકોમાં હાલમાં દેશમાં કોરોના મહામારી બીમારી બાદ તંત્ર દ્વારા બર્ડ ફ્લુ ની બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર દેશનું તંત્ર સાબદુ કર્યું છે તેવામાં સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક ટપોટપ ૩૦ જેટલા કાગડાઓ નું ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજતા પંથક વાસીઓ બર્ડ ફ્લુ ની આશંકા વ્યક્ત કરતા જોવા મળી રહ્ના છે.
વસંત પુરા ગામ ના સરપંચ અલ્પેશભાઈ રાયના જણાવ્યા પ્રમાણે આજે સાંજના સમયે આશરે ૩૦ જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર ગામમાં સન્નાટો મચી જવા પામ્યો છે અને ગ્રામજનોએ આ કાગડા ઓને બર્ડ ફ્લૂની આશંકા એ દાટી દીધા છે અને કદાચ આ ભેદી રોગ સાવલી તાલુકામાં પ્રવેશ કરી ચુક્યો હોય તેવી આશંકા વ્યક્ત કરી છે