મુંબઇ: અભિનેતા વરુણ ધવનની (Varun Dhawan) ફિલ્મ ‘બવાલ’ (Bawaal) એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર રિલીઝ થવાને લઈને વિવાદ (Controversy) વધી રહી છે. એવો આરોપ છે કે 1940 અને 1945 ની વચ્ચેના હિટલરના અત્યાચારનો કરુણ સમયગાળો ખૂબ જ હળવા મુદ્દાને સમજાવવા માટે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયો છે, જ્યારે હોલોકોસ્ટ અને ઓશવિટ્ઝ એવી ઘટનાઓ અને સ્થાનો છે કે જે પીડાને વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે છે. છોકરી છોકરાની વાત ધ્યાનથી સાંભળે છે અને એક ક્ષણ માટે અટકીને તેની તરફ વળે છે. તેણી કહે છે, ‘આપણે બધા આપણા જીવનમાં હિટલર જેવા જ છીએ. તેની પાસે જે છે તેનાથી તે ખુશ નથી અને વધુ મેળવવા માટે ઝનૂની છે.
ફિલ્મમાં આ સીન બતાવવા પર એવો આરોપ છે કે ફિલ્મમાં 1940 અને 1945 વચ્ચેનો આ કરુણ સમયગાળો ખૂબ જ નજીવી બાબતને સમજાવવા માટે ઉપયોગમાં લેવાયો છે, જ્યારે હિટલરના અત્યાચાર, હોલોકોસ્ટ અને ઓશવિટ્ઝ એવી ઘટનાઓ અને સ્થાનો છે જેના દર્દને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે અને ઘણી સંસ્થાઓ તેના પ્રદર્શનને રોકવાની સાથે-સાથે પ્લેટફોર્મ પરથી તેનું મોનેટાઇઝેશન રોકવાની માંગ કરી રહી છે.
ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને “બવાલ” દ્વારા હોલોકોસ્ટના આવા સંદર્ભો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ કરુણ ઘટનાને વર્ણવવા માટે ફિલ્મમાં શબ્દો અને પ્રતીકોનો ઉપયોગ ખૂબ બાલિશ છે. વરુણ ધવન અને જ્હાન્વી કપૂરના ફિલ્મી સંબંધો (પતિ-પત્નીના સંબંધો), હોલોકોસ્ટનો ઉપયોગ કૌટુંબિક વિખવાદની સમસ્યાઓ કહેવા અને તેને ઉકેલવા માટે કર્યો છે. તેનાથી વિવાદ શરૂ થયો છે.
અગાઉ એક અગ્રણી યહૂદી જૂથે ફિલ્મની ટીકા કરી હતી અને તેને OTT પ્લેટફોર્મ પરથી દૂર કરવાની માંગ કરી હતી. ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે “દંગલ” ફેમ નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં “હોલોકોસ્ટના મહત્વને નજીવી રીતે દર્શાવવાથી પરેશાન” છે. ગિલોને ટ્વિટર પર લખ્યું કે મેં ‘બવાલ’ ફિલ્મ જોઈ નથી અને જોઈશ નહીં, પરંતુ મેં જે વાંચ્યું છે તેના પરથી પરિભાષા અને પ્રતીકવાદનો ઉપયોગ ખૂબ જ નબળો છે.” તેમણે વધુમાં કહ્યું કે “હું તેમને વિનંતી કરું છું કે જેઓ હત્યાકાંડની ભયાનકતા વિશે વધુ નથી જાણતા, તેઓએ તેના વિશે વાંચીને જાણવું જોઈએ.