Entertainment

વરૂણ ‘ધવન’ પરથી ‘કરણ’ તરફ દોડ્યો

સિટાડેલ: હની બની જેવી અમરિકન ટીવી સિરીઝમાં વરુણa રાહી બન્ની ગંભીર તરીકે આવે તે તેના માટે વિશેષ કહી શકાય. તે એક એક્શન-એડવેન્ચર ધરાવતી જાસૂસી, વિજ્ઞાન કથાનુ મિશ્રણ ધરાવે છે. હિન્દીમાં વેબસિરીઝ બદલાઇ રહી છે પણ તે સિરીઝ બનાવનારા માટે નમૂનો બને એવી આ સિરીઝ છે અને તેથી જ તેમા વરુણે ભૂમિકા સ્વીકારી છે. પ્રિયંકા અહીંથી અમેરિકા ટીવી શ્રેણી માટે જ ગઇ હતી. ત્યાંની સિરીઝોનુ બજેટ બહુ મોટુ હોય અને તે એક નહીં અનેક દેશમા રજૂ થતી હોય એટલે નામ અને દામ બંને ખૂબ મળે. વરુણમાં શાણપણ છે એટલે તે આ સિરીઝનો ભાગ બન્યો છે અને તે હિન્દીમાં જ છે એટલે લોકો તેના સ્ટેન્ડર્ડને પણ જોશે.
વરુણને આમ પણ અત્યારે તેને છાજે એવુ નામ જોઇએ છે. હમણા તેની ફિલ્મો નિષ્ફળ રહી છે ચાહે ભેડિયા હો યા બવાલ કે જૂગ જૂગ જીયો. કરણ જોહર જેવો નિર્માતા તેને શરૂઆતથી સાચવે છે તો પણ તેના આ હાલ છે. વરુણ ક્યારેક સફળતા માટે બેબાકળો બની જાય છે ત્યારે તેના પિતાએ જૂડવા યા કુલી નંબર વનની રિમેક બનાવવી હોય તો તેમા કામ કરી લે છે. બાકી વરુણ એ વાતે સભાન છે કે ગોવિંદાની જગ્યા લેવા માંગતો નથી. એક જ પ્રકારની ભૂમિકાઓ કરવાથી સલામતી અનુભવી રહ્યો છે.
વરુણની ઇચ્છા રણબીર, રણવીર, ટાઇગર સાથે ઉભા રહેવાની છે પણ તેની સામે જ કાર્તિક આર્યન અને સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા આગળ વધી ગયા છે. હજુ એક નામ ઉમેરો તો આયુષ્યમાન ખુરાના પણ વિત્યા બે વર્ષમાં તો તેનાથી વધારે સફળ છે. વરુણનુ શું થયું છે કે કરણ જોહર માટે તો તે હંમેશની જેમ કામ કરવા તૈયાર હતો અને છે પણ હમટી શર્માની દુલ્હનીયામાં જ જો બદ્રીનાથ કી દુલ્હનીયા તરીકે આગળ વધે તો વરુણને તેના શું લાભ. કરણ તેને કલંકમાં પણ કામ આપેલું પણ તેમાં અનેક કલાકારોનો ઝમેલો હતો. કરણ જો પોતાની સફળતા માટે સંબંધના જોરે નાની-મોટી ભૂમિકા આપે તો તેનાથી તેને લાભ થઇ શકે પણ વરુણ જેવાનુ શુ. રોહિત જે રીતે અજયને કામ આપે છે તેવું બને તો વરુણને ફાયદો થાય.
ખેર! વરુણ અત્યારે સીટાડેલ… પછી થોડી ફિલ્મોમાં આવે છે તે એવી નવી ક્ષિતિજ તરફ દોરવી જશે એવી આશા કરી શકો. જેમ કે બેબી ફિલ્મમાં તે એવો DCP બન્યો છે જેણે તેના કુટુંબની સલામતી માટે જુદા જુદા સ્થળે બદલી લેવી પડે છે. શીબા ચડ્ડા અને વામિકા ગબ્બી સાથેની આ ફિલ્મમાં માત્ર એક્શન નથી બલ્કે જોન તરીકે વરુણના પાત્રનો મનોબધ્ધ્ પણ છે. તે સનકી પોલીસ અધિકારીની જ વાત છે. જેણે એક કેસની તપાસ દરમ્યાન અકસ્માતનો ભોગ બનતા નિવૃત્તિ લેવી પડી છે. પણ હકીકતે બન્યું તો કાંઇ બીજું હતું. પરિણીતી ચોપરા સાથેની આ ફિલ્મમા પણ વરુણ માટે અભિનયની તક છે.
વરુણ પાસે નો એન્ટ્રી અને સ્ત્રી, ભેડિયાની સિક્વલ્સ પણ છે અને ગ્રેગરી-2, કોલમી બે નામની બે વેબસિરીઝ પણ છે. વરુણ હમણા વેબ સિરીઝ એટલે જ સ્વીકારતો થયો છે કે ફિલ્મોમાં અપેક્ષિત સફળતા નથી મળતી. તેને ફિલ્મો તો મળે જ છે.
શશાંક ખૈતાનની સન્ની સંસ્કારી કી તુલસી કુમારીમા તો તે જાન્હવી સાથે આવે છે. પણ તેને પૂરતો સંતોષ નથી. તેના પિતા હવે તેના માટે ફિલ્મ બનાવે એવી બહુ આશા ન રાખી શકાય. જે ફિલ્મો બનાવે છે તેની સામે જ ઝૂકવુ સારુ. હમણાં તે કરનના ચરણોમા એજ કારણે ઝૂકેલો પણ કરણે તરત કહેલું કે, વરુણ તું તો મિત્ર છે., બાપ મત બના મુઝે. પણ વરુણ શું કરે, તેણે તો બનાવવો પડે. •

Most Popular

To Top