એક જમાનામાં બિનાકા ગીતમાલાનો કાર્યક્રમ દર બુધવારે આવતો જે બેહદ લોકપ્રિય બની ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી એનાથી જરા અલગ પ્રકારનો એક કાર્યક્રમ વિવિધ ભારતીકી ગીતમાલાનો રોજ બપોરે એક વાગ્યે પ્રસારિત થાય છે. રેડિયો વિવિધ ભારતી દ્વારા આ પ્રસારિત કાર્યક્રમની વિશેષતા એ છે કે દેશભરનાં શ્રોતાઓ એમાં ભાગ લે છે. કોઇ એક કલાકારની યાદમાં તો કયારેક અલગ અલગ વિષય પર ચર્ચા થાય છે.આશા, સપના રાત ઔર દિન, બરસાત જેવા અનેક વિષયની એમાં સમય પર નોંધ લેવામાં આવે છે.
મુંબઇથી પ્રસારિત થતા કાર્યક્રમમાં શરૂઆતમાં એનાઉન્સર કુલ 8 થી 10 ફિલ્મોનાં નામ જાહેર કરી દે છે. સમજદાર ચતુર શ્રોતાઓ એ ફિલ્મોના નામ પરથી મોબાઈલ દ્વારા પોતાની વોટસપર પ્રતિક્રિયા આપી દે છે. કેટલાંક શ્રોતાઓ ફિલ્મોના નામ પરથી એક સરસ મજાની કવિતા સ્વરૂપમાં કડી બનાવી દે છે. જેમાં કલાકારની કેરિયરની વાતો પણ રજૂ કરે છે. આ એક નોખા અનોખા કાર્યક્રમમાં શ્રોતાઓ …… ભાગીદાર થાય છે. માત્ર એક કલાકનો કાર્યક્રમ દિનપ્રતિદિન વધુ ને વધુ રસપ્રદ બની ગયો છે. રેડિયોપ્રેમીઓ જેઓ ઘરમાં રહીને નિવૃત્ત જીવન જીવે છે.એ લોકો સહિત દરેક વર્ગનાં લોકો માટે વિવિધ ભારતીકી ગીતમાલા સારું મનભાવન મનોરંજન પીરસે છે.આ કાર્યક્રમ યાદગાર બની ગયો છે. યુનુસખાન, મમતા સીંઘ જેવા અનેક અનુભવી એનાઉન્સરની મહેનત સફળ થાય છે. કયારેક એક વાર જરૂરથી સાંભળજો.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.