SURAT

વરાછા-એ ઝોનનો જુનિયર ઈજનેર રસ્તા પર પટ્ટાવાળા સાથે મળી આ કામ કરતો હતો ત્યારે પોલીસે પકડી લીધો

સુરત(Surat) : દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકાઓ પૈકીની એક સુરત મહાનગરપાલિકાના (SMC) કર્મચારીઓમાં ભ્રષ્ટ્રાચાર (Corruption) ખુબ ફુલ્યોફાલ્યો છે. મનપાના કર્મચારીઓ નાના મોટા કામ માટે બિન્ધાસ્ત લાંચ (Bribe) માંગતા રહે છે. આવા જ લાંચિયા કર્મચારીઓને સુરત એસીબીએ (ACB) રંગેહાથ ઝડપી (Arrest) પાડ્યા છે.

પુણાગામ વોર્ડ ઓફિસની સામે જાહેર રોડ ઉપર વરાછા A ઝોન નો જુનિયર ઈજનેર (Junior Engineer) અને પટાવાળો (Peon) રૂપિયા 50 હજારની લાંચ માગી 35 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યા છે. બન્ને આરોપીને 12 મી ના રોજ લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા. મકાનનો બીજો અને ત્રીજો માળ નહીં તોડવાની અવેજ પેટે રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. હાલ પાલિકાના બન્ને કર્મચારીઓ ACB ની કસ્ટડીમાં છે. તપાસ ચાલી રહી છે.

આરોપીઓના નામ

  • કેયુરભાઇ રાજેશભાઇ પટેલ, જુનિયર ઇજનેર, વર્ગ-3, વરાછા ઝોન-એ, શહેર વિકાસ વિભાગ, સુરત મહાનગરપાલીકા
  • નિમેષકુમાર રજનીકાંત ગાંધી, પટાવાળા, વર્ગ-4, વરાછા ઝોન-એ, શહેર વિકાસ વિભાગ, સુરત મહાનગરપાલીકા, સુરત.

ACB એ જણાવ્યું હતું કે, મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ નહીં તોડવાના અવેજ પેટે બંન્ને આરોપીઓએ 50 હજારની લાંચ માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ. 35 હજાર આપવાની વાત નક્કી થઈ હતી. ત્યારબાદ ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરતા તપાસ શરૂ કરાઇ હતી.

ગઈ તા. 12 મીના રોજ ACB એ લાંચના છટકાનું આયોજન કરી આરોપી કેયુર પટેલ (ઈજનેર) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 35 હજાર સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયો હતો. જ્યારે આરોપી નિમેષ ગાંધીની તપાસ કરાવતા તેઓ પોતાની કચેરીમાં મળી આવતા બંન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, ACB ના ટ્રેપીંગ અધિકારી તરીકે એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર (ફિલ્ડ) તથા સ્ટાફના માણસો અને સુપરવિઝન અધિકારી તરીકે આર.આર.ચૌધરી મદદનીશ નિયામક એ.સી.બી. સુરત એકમ એ જવાબદારી નિભાવી હતી.

Most Popular

To Top