સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને બ્રેઈન હેમરેજ (BRAIN HEM RAGE) થઈ ગયું હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. વોચમેંનનુ આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ (CIVIL HOSPIRAL)મા સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી વિગત મુજબ વરાછા પોલીસે ત્રણ દિવસ પહેલા પ્રોહીબીશન (PROHIBITION)ના કેસમાં પકડેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર માર્યો હતો કે તેના માથાની નશ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ કમિશનરને ભોગબનનારના પરિવાર દ્વારા કરવામાં આવી છે. નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ 1 સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસે આર્મી મેજરના પિતાને શિવસિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બીજા દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો. જો કે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને 5 હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા તેની તબિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો.
વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. આ અંગેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે કરાવી ન્યાયની માંગણી કરવામાં આવી છે. સ્મિમેર હોસ્પિટલમાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાતા ત્યાં તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા ઉપજી હતી. પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોય આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પોલીસ મથકમાં એવી તો કંઇ ઘટના બની કે શિવસિંગની માથાની નશ ફાટી ગઇ.
અરજદારે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ડીસ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે. તેમની મોત અંગે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને જાણ થતાં નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધસી આવ્યા હતા. તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે વરાછા પોલીસના ડી સ્ટાફે તેને ઢોર માર મારતા જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું જેના લીધે તેમનું મોત થયું છે.