સુરત: ઉતરાણ( KITE FESTIVAL) માં અનેક લોકો માટે જીવનું જોખમ સમાન સિન્થેટિક દોરી પર પ્રતિબંધ હોવા છતાં વરાછા ખાતે સિન્થેટિક દોરી (SYNTHETIC THREAD) ની બોબીન વેચી રહેલા યાર્નના વેપારી સહિત બે જણાને 51 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
પીસીબી પોલીસની ટીમને બાતમીના મળી હતી કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વરાછા ખાતે માતાવાડી, મોહનની ચાલ, અક્ષર નિવાસ, દુકાન નં.26 ખાતેના ગોડાઉનમાં કેવિન અશોકભાઇ માંગુકીયા તથા રાહુલ પ્રવિણભાઇ વેકરીયાએ પ્રતિબંધીત સિન્થટીક દોરીવાળી બોબીનનો મોટો સ્ટોક (STOCK) એકઠો કર્યો છે. અને બંને પ્રતિબંધિત દોરીનું વેચાણ હાલમાં પણ કરી રહ્યા છે.
બાતમીના આધારે પીસીબીની ટીમ સફળ આયોજન કરી સ્થળ પર પહોંચી ગઈ હતી. અક્ષર નિવાસ , દુકાન નં .26 માં રેઇડ કરી કેવિન અશોકભાઇ માંગુકીયા (ઉ.વ. 27, રહે.ફ્લેટ નં .104 , શીવધારા રેસીડેન્સી, મોટા વરાછા, અમરોલી, સુરત. મુળ.કૈલાશનગર, ગારીયાધાર ગામ, તા.ગારીયાધાર જી.ભાવનગર) તથા રાહુલ પ્રવિણભાઇ વેકરીયા (ઉ.વ.20, રહે.ઘર નં.બી / 119, યોગીનગર સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત, મુળ.ચોરવાડી ગામ તા.જી.જુનાગઢ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગોડાઉનમાંથી પ્રતિબંધીત સિન્થટીક દોરીના 94 નંગ બોબીન (BOBBIN) જેની કિમત 28200 તથા દોરી વેચાણના રોકડા 13330 મોબાઈલ (MOBILE) ફોન મળી કુલ 51530 ની મત્તાના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. યાર્ન વેપારી સહિત બંનેની વિરૂદ્ધમાં જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપાયા હતા.