વરાછા બસ અગ્નિકાંડ માટે હીરાઉદ્યોગની આ બેનંબરની પ્રેક્ટિસ જવાબદાર, સીસીટીવી ફૂટેજમાં પોલીસને મળ્યા પુરાવા

સુરત: (Surat) વરાછા (Varacha) હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની (Rajdhani Traveles) લક્ઝરી બસમાં (Bus Fire) ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં એક યુવતીનું સળગી જતાં મોત (Young Girl Death) થયું હતું. જ્યારે અન્યો ઘવાયા હતા. આ ઘટનામાં કાપોદ્રા પોલીસે ડ્રાઇવર (Driver), કંડકટર (Conductor) સહિત 5 આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. જેની સામે ગુનો નોંધાયો તેમાં રાજધાની ટ્રાવેલ્સના મહેતાજી, બસના ડ્રાઇવર, કંડકટર અને હીરા ચમકાવવા માટેનું એસિડ મોકલનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે.

  • કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા એસિડની 12 બોટલ મુકવામાં આવી હતી
  • રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મજૂર, કંડક્ટર અને બસ ડ્રાઈવર પાર્સલ મૂકતા દેખાયા
  • પાર્સલ મોકલનાર કતારગામના સચીન કળથીયા અને મંગાવનાર ભાવનગરના લવજી મોરડીયા સામે ગુનો દાખલ

આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા EMPLURA Hydrochloric એસિડની 4 બોટલ, Perchlorc એસિડની 8 બોટલ મુકતા એને લીધે બસમાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટનામાં વિશાલ નારણભાઇ નવલાની (ઉ.વર્ષ -23 રહે -182 લાઇન નંબર 07 રસાલા કેમ્પસ ભાવનગર) બસમાંથી કુદી જતા મોઢાના ભાગે ઇજા થઈ હતી. જ્યારે તેમના પત્ની તાનીયા વિશાલભાઇ નવલાની (ઉ.વર્ષ 21)નું દાઝી જવાથી મોત થયું હતું. રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક મજુર ઝવેરભાઇ રાજાભાઇ બાંભણીયા તથા કન્ડકટર નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા, બસના ડ્રાઇવર ઇરષાદભાઇ નુરાભાઇ મેહતાર પાર્સલો બસની ડીકી તથા બસની અંદર સોફા નીચે એસિડના પાર્સલ મુકતા જણાયા હતા.

પાર્સલ કતારગામના સચીન ગગજીભાઇ કળથીયાએ મોકલ્યા હતાં. જેમાં હીરા સાફ કરવા માટે વપરાતું એસિડ, જેમાં EMPLURA Hydrochloric acid 35 % ની કાચની બોટલ નંગ 4 તથા Rebal Max-De કંપનીનું Perchlorc acid 70 % ની કાચની બોટલ નંગ 8 એક પુંઠાના બોકસમાં પેક કરી ભાવનગર ખાતે રહેતા પોતાના ગ્રાહક લવજીભાઇ રામજીભાઇ મોરડીયાને મોકલ્યા હતા. બસના મહેતાજી પણ આ હકીકતથી વાકેફ હતા.

કોની સામે ગુનો નોંધાયો?

  • કાંતીભાઇ જીવાભાઇ કણજારીયા
  • સચીનભાઇ ગગજીભાઇ કળથીયા
  • લવજીભાઇ રામજીભાઇ મોરડીયા
  • ઇર્ષાદભાઇ નુરાભાઇ મેહતાર
  • નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા

Most Popular

To Top