વાપી: (Vapi) વાપી નજીકના છીરી રણછોડનગર, યશ્વી એપાર્ટમેન્ટમાં રત્નેશ ત્રિભુવન રાવ (ઉં.26) પરિવાર સાથે રહે છે. ગત તા.13-3-23 ના રોજ નોકરી પરથી સાંજે પરત આવ્યા ત્યારે એ જ બિલ્ડીંગમાં (Building) રહેતા ઘનશ્યામ મહાવીર શાહ તથા તેમનો સાળો પવન નરેશ મંડલ બિલ્ડીંગ નીચે પાર્કિંગવાળા (Parking) સ્થળે હતા અને તેઓ વાત કરતા હતા કે રત્નેશ તેના જ મિત્રની પત્ની (Wife) સાથે મિત્રતા રાખે છે જે બાબતે તેઓએ વાત કરવાની ના પાડી હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘનશ્યામે લાકડાના દંડાથી રત્નેશના માથાના ભાગે તથા પવન મંડલે ચપ્પુ વડે હુમલો કરતા લોકો દોડી આવ્યા હતાં.
- વાપીના રણછોડ નગરમાં આડા સંબંધ બાબતે બે પક્ષો વચ્ચે ચપ્પુ અને લાકડા ઉછળ્યા
- લાકડાના દંડાથી રત્નેશના માથાના ભાગે તથા પવન મંડલે ચપ્પુ વડે હુમલો કરતા લોકો દોડી આવ્યા
ઈજાગ્રસ્ત રત્નેશને વાપી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેમણે વાપી ડુંગરા પોલીસ મથકમાં સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ઘનશ્યામ મહાવીર શાહ (ઉં.37, રહે. છીરી, રણછોડનગર, યશ્વી એપાર્ટમેન્ટ, વાપી મૂળ બિહાર) એ પણ રત્નેશ ત્રિભુવન રાવ તથા મિત્રની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગાડી બગડેલી હતી અને સાળા-બનેવી ત્યાં હતા અને તેઓની વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યારે રત્નેશ તેના મિત્રની પત્ની સાથેની ખોટી વાતો કેમ કરે છે કહી બોલાચાલી કરી હતી અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને મહિલાએ પણ ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. જે બાદ તેમણે મહિલા અને રત્નેશ સામે વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આહવાનાં ધવલીદોડમાં જુગાર રમાડતા ચાર ઝડપાયા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધવલીદોડ ગામે વરલી મટકાનો જુગાર રમાડતાં ચાર ઈસમો ઝડપાયા હતા. જ્યારે પોલીસે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી 31,090 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આહવા પોલીસ ટીમે ધવલીદોડ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન ધવલીદોડ ગામનાં તુળજા ભવાની મંદિરનાં પાછળના ભાગે આવેલી કોતરમાં અમુક ઈસમો વરલી મટકા જુગાર રમાડી રહ્યાની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે પોલીસની ટીમે જુગારનાં સ્થળે રેડ કરતાં જુગાર રમાડનાર મનોજ વસંત તડીશ (રહે., સટાણા, નાસિક), ભાવુસાહેબ ત્રમ્બક, હરેશ બાબુરાવ (રહે., ધવલીદોડ) તેમજ રાહુલ ગોવિંદ ચૌધરી (રહે., પીપલીયામાળ, આહવા)ની ધરપકડ કરી આ ઈસમોને કામે રાખનાર જુગારીયા કૈલાશ ગોવિંદ ગાયકવાડ (રહે.ધવલીદોડ તાલુકો આહવા જી.ડાંગ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડ રકમ, મોટરસાયકલ, બે મોબાઈલ મળી 31,090 નો મુદ્દોમાલ ઝડપી પાડ્યો હતો.