વાપી : વાપી (Vapi) ટાઉન(Town) પોલીસે (police) દાહોદ જિલ્લાના મોજીભાઇ પ્રતાપાભાઇ ભુરીયાને ઝડપી પાડી દમણની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. મોજીભાઈના થેલામાં ચેક કરતા તેના થેલામાંથી અલગ અલગ આકારના સિક્કાઓ(coins) હોય અને તે તમામ સિક્કાઓ ફોરેન કરન્સીના (Foreign currency) હોવાનું જણાય આવ્યા હતા. જે સિક્કાઓ ગણી જોતા જે ૪૬ નંગ તથા ચાંદીના સાંકળા સહીતનો મુદ્દામાલ કબજે લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફોરેન કરન્સીના સિક્કાઓ તથા ચાંદના સાકળા જોડ નં.૧ તેઓ તથા તેના ઓળખીતા રાકેશભાઇ સાથે મળી દમણ ખાતે રાત્રી દરમ્યાન એક ઘરમાંથી ચોરી કરી હતી. આ આરોપીની અટક કરી વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની સામે પંચમહાલ જિલ્લામાં દામાવાવ પોલીસ મથક તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે.
દિવાળી પહેલા જ ચોરી અને લૂંટફાટના બનાવો હદ વટાવી રહ્યા છે
સુરત: શહેરમાં દિવાળીના વેકેશનમાં ચોરીના બનાવોમાં વધારો થતો હોય છે. પરંતુ આ વખતે દિવાળી પહેલા જ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન હદમાં ચોરીના 3 બનાવ સામે આવ્યા છે. જેમાં અડાજણ ખાતે 1.53 લાખની અને લિંબાયતમાં 1.80 લાખની તથા બીજી જગ્યાએ 3.09 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.
રાંદેર વિસ્તારમાં ચોરીના બે બનાવો બન્યા હતા
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર કેનાલ રોડના નક્ષત્ર વ્યુમાં રહેતા 47 વર્ષીય ઇન્સ્યોરન્સ એજન્ટ પીંકેશ રમેશ ઠક્કરના માતા-પિતા અડાજણ મક્કાઇ પુલ નજીક જય અંબે સોસાયટીમાં રહે છે. પીંકેશભાઈની માતા એક મહિનાથી ઇન્દોર ગઈ છે. જેથી પ્રિન્ટીંગ મટીરીયલ્સનો ધંધો કરતા રમેશભાઈ રાત્રે સુવા માટે પુત્ર પીંકેશના ઘરે જતા હતા. ગઈકાલે સવારે ઘરે આવતા દરવાજાના નકુચો તુટેલો હતો. ઘરમાં જઇને જોતા લોખંડના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1.53 લાખની મત્તા ગાયબ હતી. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બુકાનીધારી ચાર ચોર નજરે પડ્યા હતા. એક સોસાયટીના ગેટ અને બીજો ઘરની બહાર રેકી કરતો તથા બે ઘરમાં જઈ ચોરી કરતા જોવા મળે છે.
સીસીટીવી ડીવીઆર પણ લઈ ગયા
સચિનની સીએબીટી કંપનીની ઓફિસમાંથી રૂ.૪.૧૪ લાખની ચોરી, સીસીટીવી ડીવીઆર પણ લઈ ગયા
સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ગામ ગાયત્રી સોસાયટીમાં પ્રતાપ ગોમાજી ગેહલોત લોજીસ્ટીક કંપનીમાંએક અઠવાડિયાથી સચિનની શિવ હરી કોમ્પ્લેક્ષમાં આવેલી સી.એ.બી.ટી માં ફરજ બજાવતા હતા. ગત તા ૩૦મીના સપ્ટેમ્બરની રાત્રીના સમયે અઢી વાગ્યાથી પોણા ત્રણ વાગ્યાના દસ મિનિટમાં અજાણ્યાઓએ ઓફિસનું શટરનું ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી અંદર પ્રવેશ કરીને લોકરમાં મુકેલા રોકડા ૩,૭૬,૪૫૫, પાર્સલ નંગ- ૬ તેમજ સીટીટીવી કેમેરાનું ડિવીઆર બોક્સ મળી કુલ રૂ. ૪,૧૪,૪૧૧ ના મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણીની શંકા હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.