Dakshin Gujarat

મહિલા સામે પેન્ટની ઝીપ ખોલનાર વાપીના રીક્ષા ચાલકને એક વર્ષની સજા

વલસાડઃ વાપીમાં પોતાના પરિવારજનોને લેવા આવેલી એક મહિલા રીક્ષા ચાલકનો અન્ય રીક્ષા ચાલક સાથે ઝગડો થયો હતો. ત્યારે આ મહિલા રીક્ષા ચાલકને પેન્ટ ખોલી તું ક્યા ઉખાડ લેગી કહેનાર રીક્ષા ચાલકને વાપીની ત્રીજી ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ કેસની સૂનવણી ચાલતા મેજિસ્ટ્રેટ એ. ડી. હીંગુએ સરકારી વકીલ એમ. ટી. પડવીની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી રીક્ષા ચાલકને એક વર્ષની સાદી કેદ અને રૂ. 2600 દંડ ભરવાની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

  • પેન્ટની ઝીપ ખોલી તુ ક્યા ઉખાડ લેગી કહેનારને એક વર્ષની કેદ
  • વાપીમાં મહિલા રીક્ષા ચાલક સાથે પુરુષ રીક્ષા ચાલકે રીક્ષા ખસેડવા મુદ્દે ઝગડો કરી અશ્લિલ વર્તન કર્યું હતું

વાપીની એક મહિલા રીક્ષા ચાલક પોતાના પરિવારજનોને લેવા માટે સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે આરોપી રીક્ષા ચાલક આરીફ આબુસાદ સૈયદ ત્યાં આવ્યો અને મહિલાને રીક્ષા ખસેડવા જણાવી રહ્યો હતો. ત્યારે મહિલાએ કહ્યું કે તે પેસેન્જર ભરવા નહી, પરંતુ પોતાના પરિવારજનોને લેવા આવી છે. આવું કહેવા છતાં આરીફે તેની સાથે ઝગડો કર્યો અને પેન્ટ ખોલી તેને કહ્યું હતું કે મેરા ક્યા ઉખાડ લેગી. જેનો વિડિયો મહિલા રીક્ષા ચાલકે ઉતારી લીધો હતો.

આ બનાવ બાદ મહિલા રીક્ષા ચાલક પરિવારને લઇને તુરંત જતી રહી હતી. જોકે, તેણે આ સંદર્ભે વાપી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે આરીફ સૈયદ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આરીફ વિરૂદ્ધ વાપીની ત્રીજી જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેની સુનાવણી બાદ તેને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરાયો હતો.

સમાજ અને સિસ્ટમમાં વિશ્વાસ રાખનાર માટે સંદેશઃ મેજિસ્ટ્રેટ
આ ચૂકાદો આપતા મેજિસ્ટ્રેટ સ્મિત હીંગુએ જણાવ્યું કે, આવા ચૂકાદાઓ સમાજ અને સિસ્ટમમાં વિશ્વાસ રાખનારા સમુદાયને સંદેશ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત દોષિતોને સજા કરવા માટે જ નહી પરંતુ આવા ચૂકાદાઓના સામાજિક સંદર્ભમાં પણ વિશ્વાસ કરી શકાય છે. કે, જો આપણે ખરેખર મહિલાઓને ઉત્થાન આપવાની ઇચ્છા રાખીએ છીએ. તો આપણે સૌપ્રથમ એવું વાતાવરણ બનાવવું જરૂરી છે. જ્યાં ઉત્પીડન, અપમાન અને ભય મુક્ત હોય અને જે લોકો જાહેર સ્થળોને અસુરક્ષિત બનાવે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top