વાપી: (Vapi) વાપીમાંથી બે અલગ અલગ જગ્યાએથી પોલીસે બે ઇસમોની દારૂ સાથે ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે કરિયાણાની દુકાનમાં રેડ કરી દારૂ (Alcohol) પકડી પાડ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કરિયાણાની દુકાનની (Grocery Store) બહાર એક શખ્સ થેલામાં દારૂ લઈ ઉભેલો ઝડપાઈ ગયો હતો.
વાપી (Vapi) ડુંગરા પોલીસે બાતમીના આધારે ચણોદ, અમરનગરમાં આવેલ કરિયાણાની દુકાનમાં (Shop) રેઈડ (Raid) કરી હતી. જે દુકાનદારનું નામઠામ પૂછતા રાકેશ માધવ શહાણે (ઉં.36, રહે. હરીદર્શન એપાર્ટમેન્ટ, ચણોદ, વાપી, મૂળ મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે (Police) દુકાનમાં તપાસ કરતા પ્લાસ્ટીકની થેલીમાંથી વિદેશી દારૂની 10 બાટલીઓ (કિંમત આશરે 3 હજાર) મળી આવી હતી. જે અંગે તેઓની પાસે કોઈ પાસ પરમીટ ન હોવાનું અને આ જથ્થો તેઓ સેલવાસની અલગ-અલગ વાઈન શોપમાંથી ખરીદી કરી વેચાણ માટે લાવેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદાકીય પગલા ભર્યા હતાં.
- વાપીમાં કરિયાણાની દુકાનમાં અને બહાર દારૂનું વેચાણ કરનારા ઝડપાયા
- પ્લાસ્ટીકની થેલીમાંથી વિદેશી દારૂની 10 બાટલીઓ મળી આવી
- કરિયાણાની દુકાનની બહાર ઉભેલા વ્યક્તિના થેલામાંથી 41 દારૂની બોટલો મળી
બીજી તરફ વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે વાપીના ભડકમોરા, મોટી સુલપડ, જલારામ મંદરિની બાજુમાં આવેલ કિરાણાની દુકાન પાસે પહોંચી જઈ તપાસ કરી હતી. દુકાન પાસે એક શંકાસ્પદ ઈસમ મીણીયા થેલી લઈને ઉભેલ હતો જેનું નામઠામ પૂછતા સંદિપકુમાર પ્રદિપભાઈ પાસવાન (ઉં.19, રહે. ભડકોમરા, વાપી, મૂળ બિહાર) હોવાનું જણાવ્યું હતું. થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો 41 (કિંમત આશરે 3775/-) મળી આવી હતી. જે અંગે કોઈ પાસ પરમીટ ન હોવાથી પોલીસે તેની સામે કાયદાકીય પગલા ભર્યા હતા. પોલીસે આ જથ્થો તેઓને રાજેશ ઉર્ફે પકી નારાયણ પટેલ (રહે. ભડકમોરા, વાપી)એ કિરાણાની દુકાન બહાર વેચાણ કરવા માટે આપેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે પ્રોહીબીશન ગુનો નોંધી કાયદાકીય પગલા ભર્યા હતાં.
અમલસાડ-એરુ રોડ પર મંદિર ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ
નવસારી: નવસારી ડીવીઝન સ્કોડ પોલીસે બાતમીના આધારે અમલસાડ-એરુ રોડ પર મંદિર ગામ પાસેથી 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નવસારી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ડીવીઝન સ્કોડ પોલીસે બાતમીના આધારે અમલસાડથી એરુ રોડ પર મંદિર ગામ પાસે અલકાદરી ચીકન સેન્ટરની સામેથી એક ટવેરા કાર (નં. જીજે-05-સીઆર-0184) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 31,200 રૂપિયાની વિદેશી દારૂની 192 નંગ બાટલીઓ/પાઉચ મળી આવતા મૂળ ઓરિસ્સાના જગતસિંઘપુર જીલ્લાના મહિમાદેઈપુર ગામે અને હાલ જલાલપોર સ્ટેશન રોડ મફતલાલ મિલ પોલીસ ચોકીની સામે રહેતા જગન મનાઈ બારીકેને ઝડપી પાડયો હતો. પોલીસે જગનની પૂછપરછ કરતા દમણ રહેતા રહીમે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરતના પલસાણા તાલુકાના પલસાણા બ્રાહ્મણ ફળીયામાં રહેતા મહેન્દ્રસિંહ શેલસિંહ રાજપૂતે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલાત કરતા પોલીસે રહીમ અને મહેન્દ્રસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2.30 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,61,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.