વાપી : વાપી (Vapi) જીઆઈડીસીની (GICD) ત્રણ પેપર મીલને ૧૫ (Paper Meal) દિવસની અસરથી જીપીસીબીએ કલોઝર (Closer) ફટકારી છે. જ્યારે સુપ્રિત કેમિકલમાં ભીષણ આગને કારણે પર્યાવરણને થયેલા નુકસાનના વળતર પેટે ૨૫ લાખનો દંડ ફટકારાયો છે. જ્યારે કરવડના બે ભંગારના વેપારીને કેમિકલ ડ્રમ સાફ કરી તેનું દૂષિત પાણી બીલખાડીમાં નાંખવા માટે કલોઝર ફટકારી છે.વાપી જીઆઇડીસી સ્થિત ગજાનંદ પેપર મીલ, નાઝ પેપર એન્ડ બોર્ડ તેમજ દમણ ગંગા બોર્ડ મિલ્સ નામની ત્રણે પેપર મીલને ૧૫ દિવસની અસરથી જીપીસીબીએ કલોઝર નોટિસ ફટકારી છે. આ ત્રણે પેપર મીલ દ્વારા પ્રદૂષિત પાણી સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં જતું હોવાનું જીપીસીબીના ધ્યાનમાં આવ્યું હતું.
ભંગારના બે વેપારી સામે પણ જીપીસીબીએ લાલ આંખ
જ્યારે વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ સ્થિત સુપ્રિત કેમિકલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે પર્યાવરણને નુકસાન થયું તેના માટે ૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જીપીસીબીએ સુપ્રિત કેમિકલને તાત્કાલિક અસરથી કલોઝર નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કરવડના ભંગારના બે વેપારી સામે પણ જીપીસીબીએ લાલ આંખ કરી છે. કરવડના ભંગારના બે વેપારી મીત ટ્રેડીંગ અને ત્ર્યંબક ટ્રેડર્સને તાત્કાલિક અસરથી જીપીસીબીએ કલોઝર ફટકારી છે. આ બંને ભંગારના વેપારીઓ કેમિકલના ડ્રમ સાફ કરીને દૂષિત પાણી બીલખાડીમાં નિકાલ કરતા હતા. આમ એક સાથે છ જેટલા એકમોને જીપીસીબીએ વરુણીમાં લઈને કલોઝર ફટકારતા ભારે ખળભળાટ મચી ગયો હતો.
બેંક ઓફ ઈન્ડિયામાંથી માતબર રકમની લોન લીધી હતી
દમણ : દમણના નાની દમણ દેવકામાં આવેલી હોટલે બેંક લોનની ચૂકવણી નહીં કરતાં બેંકે હોટલને સીલ કરવાની કાર્યવાહી કરી હોટલનો કબ્જો મેળવી લીધો છે.દેવકાના કડૈયા રોડ તરફ આવેલી વોટરેજ હોસ્પિટાલિટી પ્રા. લિ. જેની માલિકી નરેશ રણછોડ ટંડેલ, સુરેશ ટંડેલ, અલ્પાબેન ટંડેલ તથા નિર્મલાબેન ટંડેલની હોય આ હોટલના માલિકોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી માતબર રકમની લોન લીધી હતી. જે બાદ બેંકને 9 કરોડ, 74 લાખ, 71 હજાર 385 રૂપિયાની ભરપાઈ કરી ન હતી. જે બાબતે બેંક તરફથી 60 દિવસની સમય મર્યાદા પણ આપવામાં આવી હતી. તેમ છતાં રકમ જમા કરાવવામાં હોટલ માલિકો સફળ નહીં રહેતા રીકવરી બ્રાન્ચ બરોડાની ટીમે દમણ પહોંચી તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે હોટલમાં પ્રવેશ્યા હતા.
રીકવરી બ્રાન્ચ દ્વારા હોટલના મુખ્ય દરવાજાને સીલ માર્યું
માલિકની હાજરીમાં તમામ રૂમનું નિરિક્ષણ કરી માલ સામાનની ગણતરી કરી તેને નોંધવાની કાર્યવાહી કરી હતી. 6400 ચોરસ મીટરની જમીન પર બાંધવામાં આવેલી હોટલને સીલ મારતા પહેલા તમામ લોકોને હોટલમાંથી બહાર કાઢી રીકવરી બ્રાન્ચ દ્વારા હોટલના મુખ્ય દરવાજાને સીલ માર્યું હતું. ત્યારબાદ હોટલના મેન ગેટ પર તાળુ મારી બેંક અધિકારીઓએ નોટિસ ચોંટાડી હતી. બેંક દ્વારા હોટલ બહાર મોટું હોર્ડિંગ્સ પણ મુકી દેવામાં આવ્યું છે. ત્યારે વોટરેજ હોસ્પિટાલિટી દ્વારા નિયત સમય મર્યાદામાં જો રકમ જમા નહીં કરાવે તો મિલકતની 60 દિવસમાં હરાજી થઈ શકે છે. જો કે, હોટલ શરૂ થાય એ પહેલા જ બેંક દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી થતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જો કે, 9 કરોડની લોન માટે એક મોટી મિલ્કતની જપ્તી કરવી એ દમણના ઈતિહાસમાં પહેલી વખતની આ ઘટના ગણાવી શકાય એમ છે