Dakshin Gujarat

વાપીના છીરીમાં નહેરની બાજુમાં બુલેટ પર દારૂ વેચી રહ્યો હતો ઇસમ અને અચાનક બન્યું આવું

વાપી: (Vapi) વાપી છીરી, વડીયાવાડ નહેરની બાજુમાં રોડ ઉપર બુલેટ (Bullet) લઈને દારૂનું (Alcohol) વેચાણ કરતો ઈસમ પોલીસને જોઈ ભાગી છૂટયો હતો. પોલીસે બુલેટ તથા દારૂનો જથ્થો કબજે કરી દારૂ વેચનાર ઈસમને વોન્ટેડ બતાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • વાપીના છીરીમાં બુલેટ પર દારૂ વેચતો ઈસમ પોલીસને જોઈ નાસી છૂટ્યો
  • પોલીસે બુલેટ તથા દારૂનો જથ્થો કબજે કરી દારૂ વેચનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો

વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે વાપીના છીરી ગામ, વડીયાવાડ નહેર પાસે પહોંચી હતી. જેથી બુલેટ લઈને દારૂ વેચવા માટે આવેલ ઈસમ બુલેટ છોડી ભાગી છૂટયો હતો. પોલીસે બુલેટ નં. જીજે-15 ડીકે-0347 (કિંમત 1 લાખ) પાસે પહોંચી તપાસ કરતા સ્ટેરીંગ પર ભેરવેલ પ્લાસ્ટીકની થેલીમાંથી દારૂની 13 બાટલીઓ (કિંમત 800) તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે દારૂનું વેચાણ કરનાર શૈલેષ પટેલને વોન્ટેડ બતાવી બુલેટ, દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,05,800/- કબજે કરી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચલથાણમાં ગોડાઉનમાંથી ટેમ્પોમાં કાર્ટિંગ કરાતો 17 લાખનો દારૂ ઝડપાયો
પલસાણા: પલસાણાના ચલથાણ ગામે રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇસમે ગોડાઉન ભાડે લઇ તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો હોય અને રાત્રિના સમયે તેનું કાર્ટિંગ કરવાના હોવાની બાતમીના આધારે કડોદરા પોલીસે ગોડાઉનમાંથી તેમજ એક ટેમ્પોમાંથી ૧૭ લાખ રૂપિયાનો વિદેશ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

કડોદરા જીઆઇડીસી પોલીસમથકની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ચલથાણના રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇસમે બાબા જોધનાથ ટ્રેડિંગ કંપની નામના ગોડાઉનને ભાડે રાખી તેમાં તેમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને આ જથ્થો રાત્રિના સમયે કાર્ટિંગ કરાનાર હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઇ ગોડાઉનમાં રેઇડ કરી તપાસ કરતાં તેમાં અગલ અગલ પુઠાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તેના પાર્સલો બનાવવામાં આવ્યાં હતાં. તેમજ ગોડાઉનની બહાર થ્રી વ્હીલ ટેમ્પો નં.(જીજે ૦૫ એયુ ૯૩૯૨)માં પણ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કુલ વિદેશી દારૂની બોટલી તેમજ પાઉચ નંગ ૧૬૩૨૦ કિંમત ૧૭,૦૨,૮૦૦ રૂપિયા, ટેમ્પો કિં.રૂ.૫૦ હજાર મળી કુલ ૧૭,૫૨,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કડોદરા પોલીસે કબજે કરી ગોડાઉનને ભાડે રાખનારા બજરંગ શર્મા તથા ટેમ્પોચાલક મળી કુલ બે ઇસમનો વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top