વાપી : વાપીના (Vapi) બલીઠા (Balitha) સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે મુંબઈથી ભાવનગર જતી લક્ઝરી બસને (Luxury Bus) રોકીને ઇંગ્લિશ બનાવટનો દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડ્યો હતો. મુંબઈથી (Mumbai) ભાવનગર (Bhavnagar) જતી લીમડા ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસને પોલીસે રોકી ત્યારે તેનો ડ્રાઈવર નેશનલ હાઇવેની સામેની ટ્રેક ઉપર વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો પરંતુ ડ્રાઈવર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે લકઝરીમાંથી ૧૦૮ બોટલ મીણીયા થેલામાંથી ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા ૯૯,૬૨૦ બતાવવામાં આવે છે.
- ડ્રાઈવર નેશનલ હાઇવેની સામેની ટ્રેક ઉપર વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યો
- મીણીયા થેલામાં બંને આરોપીએ ભરીને પેસેન્જરોની સ્લીપર સીટ નીચે છુપાવ્યો હતો.
- સ્લીપર સીટ નંબર ૭,૮,૧૩,૧૪,૧૫,૧૬ ઉપર મીણીયા થેલામાં દારૂ મૂકવામાં આવ્યો હતો
સ્લીપર સીટની મીણીયા થેલામાં દારૂ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે લકઝરીની ૧૦ લાખ તથા બે મોબાઈલ ફોન સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ૧૧,૦૯,૬૨૦નો કબજે લઈ અન્ય ડ્રાઈવર તથા કંડકટર એમ બે વ્યક્તિને અટકમાં લઈ તપાસ હાથ ધરી છે.બલીઠા વલસાડી જકાત નાકા પાસે વાપી ટાઉન પોલીસે બસને રોકી ત્યારે તેનો ડ્રાઈવર ભાવનગરના સીતારામ ચોકમાં રહેતો વનરાજસિંહ રણજીતસિંહ બારડ ભાગી છૂટ્યો હતો. ટ્રાવેલ્સ બસમાં પોલીસને સ્લીપર સીટ નંબર ૭,૮,૧૩,૧૪,૧૫,૧૬ ઉપર મીણીયા થેલામાં દારૂ મૂકવામાં આવ્યો હતો.
દારુનો જથ્થો રિક્ષામાં ભરીને કાંદીવલી આવ્યો હતો
વાપી ટાઉન પોલીસે બસમાંથી લક્ઝરી બસના બીજા ડ્રાઈવર ભાવનગર ચિત્રા જીઆઈડીસી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ લાલુભા ગોહિલ તથા કંડકટર ભાવનગર આનંદનગરમાં રહેતા કમલેશભાઈ મોહનભાઈ પરમારને અટકમાં લઈને વનરાજસિંહ તેમજ દારૂ મંગાવનાર ભાવનગર માણેકવાડીમાં રહેતો શબ્બીર રજાકભાઈ મેતરને પકડવા તજવીજ હાથ ધરી છે. દારુનો જથ્થો વનરાજસિંહ રિક્ષામાં ભરીને કાંદીવલી આવ્યો હતો. જે મીણીયા થેલામાં ઝડપાયેલા બંને આરોપીએ ભરીને પેસેન્જરોની સ્લીપર સીટ નીચે છુપાવ્યો હતો.
નવા દિવા ગામમાંથી દારૂ ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકે નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પોતાના ઘરે એક સંઘ પ્રદેશના પાસિંગની ગાડી નં.(DN 09 L 2374)માં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યો છે એવી બાતમી મળતાં વોચ ગોઠવી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં રૂ.1.10 લાખના દારૂ સહિત કુલ રૂ.13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂની ડિલિવરી કરવા આવેલા કારચાલક સહિત કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.