વાંસદા: વાંસદા તાલુકાના જુજ અને કેલિયા બંને ડેમ એલર્ટ સ્ટેજ પર જાહેર કરાયા હતા. જુજ ડેમ ૯૯%, જ્યારે કેલિયા ડેમ ૯૫% ભરાઈ જતાં બંને ડેમોના હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયાં છે.
ઉપરવાસમાં તેમજ વાંસદામાં ધીમી ગતિએ પરંતુ સતત વરસાદના પગલે વાંસદાની જીવાદોરીસમાન જૂજ ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતાં સોમવારે સાંજે ૬ વાગે જૂજ ડેમ ૯૯ ટકા તેની ઓવરફ્લોની સપાટી ૧૬૭.૫૦ની સપાટી સામે ૧૬૭.૪૫ સુધી, જ્યારે કેલિયા ડેમ ૯૫ ટકા ૧૧૩.૪૦ની સપાટી સામે ૧૧૩.૦૫ સુધી ભરાઈ જતાં તંત્રએ એલર્ટ સ્ટેજ પર જાહેર કર્યા છે.
જૂજ ડેમની હેઠળવાસના જૂજ, ખડકિયા, નવાનગર, વાંસિયા તળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, દોણજા, હરણ ગામ, ચીખલી, ખુંધ, વંકાલ (વ.ફળિયા), ઘેટકી, ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયદી, ખાપરવાડા અને દેસરા ગામ તેમજ કેલિયા ડેમ ૯૫% ભરાઇ જતાં વહીવટી તંત્રએ કેલિયા ડેમને પણ એલર્ટ જાહેર કરી ડેમની હેઠવાસની ખરેરા નદી નજીકના કેલિયા, કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, પોલાર, કલિયારી, બલવાડા, તેજલાવ, વાડ, ઉંડાચ, ગૌમંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરી સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું.