નડિયાદ: માતર તાલુકાના વણસરમાં 1200 મીટર નો 48.92 લાખનો રોડ બનાવ્યો જ નથી અને બોર્ડ ઠોકી બેસાડ્યું છે . જિલ્લા વહીવટી તંત્ર માટે શરમજનક ભ્રષ્ટાચાર માં મુખ્ય મંત્રીની યોજના પણ સલામત નથી ત્યારે સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો કે પછી અન્ય નાણાકીય ગ્રાંટો ના કેવા હાલ થતા હશે તે વિચારી ને પણ ટેક્સ ભરતા નાગરિકો ને હાર્ટ એટેક આવી જાય.
ખેડા જિલ્લા ના માતર તાલુકાના વણસર ગામે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં 48.92 લાખના ખર્ચે 1200 મીટર રોડ ને મંજૂર કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ ની શ્રી શક્તિ કન્ટ્રકશન દ્વારા કામનો ઇજારો મેળવવામાં આવ્યો હતો. 12-12-19થી કામ શરુ કરવામાં આવનાર હતું અને 11-09-20 ના રોજ પૂર્ણ કરવામાં આવનાર હતું.
જોકે ગ્રામજનોને આ માર્ગ રાજ્યના મુખ્યમંત્રી ની ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવનાર હોવાની માહિતી રોડ મંજૂર કરાવનાર નેતાઓ ની જાહેરાત થી ખબર હતી.
પણ રોડ બને તોને? વણસર થી કૃષ્ણપુરા તરફ તાજેતરમાં ખેડા જિલ્લા માર્ગ મકાન વિભાગ ના નામ સાથે બોર્ડ મારવામાં આવ્ુ હતું.જ્યારે કે રોડ બન્યો જ નથી.