Charchapatra

વાંઝરા, વાસ્કળ

વર્ષાઋતુએ મન મૂકી દસ્તક દઈ દીધા છે. હરિયાળીએ પાલવ બિછાવ્યો. કેટલીક સીઝનલ આઈટમો થોડા સમય પૂરતી બજારમાં દેખા દે. વિશેષત: દક્ષિણ ગુજરાતનાં ધરમપુર, વલસાડ, વાંસદા જેવાં સ્થળોએ બજારમાં ટોપલે ટોપલાં દેખાય. તોલ નહિ દંડિયા ભરીને જ આપે. વાંઝરા બોર (નાના) આકાર રંગે કાળા સ્વાદે મધુરા અનુભવાય. પ્રેમ નૃત્યકળામાં એમની રીતે હોંશિયાર. ડોબરુ નામનું વાજિંત્ર પ્રેક્ષકોને ડોલાવી મૂકે. ગુંગણ છત્રીનો પર્યાય. વાતચીત દરમિયાન કેટલાક શબ્દો સાંભળી, અધંબો થયે… ‘ખંધાડ’ ધરજવાઈ કાહળી (એક જાતનું વાજીંત્ર) વરાડ (લગ્ન) છોકરા ધરમપુરના લેખક ચંદ્રકાંત પંડયાએ લખ્યું છે. ‘‘માટે મન મંદિરના ઓટલેથી જોતાં કોઈ જડ પથ્થર નહિ. પરંતુ શંકર જેવા ઈષ્ટદેવ. જ્યાં ધરમના પૂર વહે છે.

‘‘ધરમપુર’’ સ્વર્ગવાહિની નદી સુધ્ધાં. વ્રાકળ પણ એ પ્રદેશની જાણીતી વાનગી કુમળા વાંસના ઝીણા ટુકડાનું અથાણું બનાવવામાં આવે. સ્વાદિષ્ટ વાંસનાં જંગલોમાંથી કુમળા વાંસ મળે. દક્ષિણ ગુજરાતનો મનોરમ્ય પ્રદેશ. ધરમપુર, વાંસદા માંગરોલ, સોનગઢ, માંડવી, અન્ય ઉપરોક્ત બધાં નામો ઘણાંએ નહિ સાંભળ્યાં હોય, પરંતુ સંસ્કૃતિ, રીત, રિવાજ, બોલી, પહેરવેશ, પ્રકૃતિ સઘળું સચવાઈ રહ્યું છે આ પ્રજામાં.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top