ભારતીય રેલવે માં વંદે ભારત ટ્રેન હાઈટેક, આધુનિક સુવિધાઓ થી સજ્જ ટ્રેનો આવી. એટલે , રેલવે અને આપણે ગૌરવ અનુભવયે છે.પંરતુ ૪૩ વર્ષ પહેલા અમો કોલેજ કાળ દરમિયાન લોકલ ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન માં અપ ડાઉન કરતા ત્યાર ની સુવિધા અને ૪૩ વર્ષ પછી પણ ટ્રેનો ની સુવિધા માં કોઈ ફરક પડ્યો નથી, ટોઇલેટ અને ડબ્બા ની ગંદકી માં કોઈ સુધારો થયો નથી, હાલમાં જ દરરોજ મુસાફરી કરતા મુસાફર રે ગુજરાત મિત્ર અખબાર સામે પોતાનો રોષ ઠાલવ્યો કે શું. અમને શ્રાપ મળ્યો છે કે અમને ટ્રેનોમાં આવી ગંદકી અને અસુવિધા માં મુસાફરી કરવાનો.
ભારત દેશના કરોડો લોકો ની રોજિંદી દિનચર્યા રેલવે સાથે જોડાયેલી છે, વંદે ભારત જેવી ટ્રેનો માં મુસાફરી નો હિસ્સો અડધો ટકો થી પણ ઓછો હશે, રેલવે ની આવક માં પેસેન્જર ટ્રેન,ગુડસ અને લોકલ ટ્રેન નો હિસ્સો વધુ હશે, આવી ટ્રેનો માં નેતાઓ, પ્રધાનો, રેલવે અધિકારીઓ મુસાફરી કરતા નથી એટલે તેઓને ગંદકી અને અસુવિધા દેખાતી નથી, કોરોના કાળથી ઘણી પેસેન્જર ટ્રેન,લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે જે આવી પ્રીમિયર ટ્રેનો ના ભોગે, બંધ કરેલી ટ્રેનો જેમાં રોજિંદા નોકરિયાત, સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હતા.આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ સામાન્ય પરિવારમાંથી આવે છે તેમણે પણ લોકલ ટ્રેન માં મુસાફરી કરી છે માટે આપણે તેમની પાસે સુવિધા માટે આશા રાખી શકીએ, વડાપ્રધાન શ્રી ઘણીવાર વંદે ભારત ટ્રેન, મેટ્રો ટ્રેન માં મુસાફરી નો પોઝ આપે છે, કાશ.
કીમ – પી.સી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.