વલસાડ : વલસાડ (Valsad) એસ.ટી.ડેપોના (ST Depot) અણધડ વહીવટને (Administration) લઈ મુસાફર (passenger) જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. પ્રતિદિન બસોની અનિયમિતતા, અધવચ્ચે ખોટકાતી બસોને લઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ ડેપોમાં સવારે 9 વાગે વલસાડ-કપરાડા બસમાં મુસાફરો બેસ્યા બાદ શરૂ નહીં થતાં મુસાફરોએ ધક્કા માર્યા હતા, જોકે બસ ચાલુ નહીં થતાં અન્ય બસ ફાળવવામાં આવી હતી. જેમાં ખાસ્સો સમય વેડફાઈ ગયો હતો. રવિવારે વહેલી સવારે કપરાડા જતી બસમાં ખામી સર્જાતા પારડીથી બસ પરત લેવાઇ હતી, તો ત્યારબાદ ઉપડતી 9 વાગ્યાની બસ ચાલુ નહીં થતાં અન્ય બસ ફાળવવામાં સમય વેડફાતા મુસાફરો, નોકરિયાતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એજ રીતે ધરમપુર જતી વહેલી સવારની ધરમપુર ઇન્ટરસિટી બસપણ ડ્રાઈવરના અભાવે મોડી પડી હતી. નોંધનીય છે કે અગાઉ પણ મિની ઇન્ટેરલિંક બસના બદલે સાદી બસ મૂકવાની માગણી પણ રોજિંદા મુસાફરોએ કરી હતી.
પાસ કઢાવવા માટે લાંબી લાઈનમાં વેડફાતો સમય
એસ.ટી ડેપો ખાતે રોજિંદા પાસધારકો અને વિદ્યાર્થીઓ માટેના પાસ કઢાવવા લાંબી લાઈનોમાં સમય વેડફાઈ રહ્યો છે. જો વધુ સ્ટાફ મૂકવામાં આવે તો પાસધારકોની સમસ્યામાં ઘટાડો થઈ શકે છે. પ્રતિદિન બસોની અનિયમિતતાથી પણ મુસાફરો હવે કંટાળી ગયા છે. વધુમાં અધવચ્ચે ખોટકાતી બસોને લઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ચુક્યા છે.અને આવી ખોટકાઈ ગયેલી બસોમાં વલસાડ-કપરાડા બસમાં બેસ્યા બાદ શરૂ નહીં થતાં મુસાફરોએ ધક્કા મારાતા તેમના પરસેવા છૂટી ગયા હતા.જેથી કપરાડા જતી બસમાં ખામી સર્જાઈ જતા તેને પરત લેવાઇ હતી. ધરમપુર જતી ઇન્ટરસિટી બસ ડ્રાઈવરના અભાવે તે પણ ખુબ મોડી પડતા મુસાફરો ધુંવા પુવા થઇ ગયા હતા..
કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા સરકારના ‘લાખો પાણીમાં’
વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ.90 લાખના ખર્ચે નિર્માણ કરાયેલો કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 9 વર્ષથી બંધ રહેતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.મળતી વિગતો મુજબ વર્ષો અગાઉ વીજબીલ નહીં ભરાતા જોડાણ કપાતા છેલ્લાં 9 વર્ષથી કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા સરકારના પૈસા પાણીમાં ગયા છે, જ્યારે તાલુકાના ખેડૂતોને મળેલી સુવિધા બંધ થઈ છે. હાલે કોલ્ડ સ્ટોરેજ જર્જરિત હાલતમાં હોઈ લાખો રૂપિયાની મશીનરીઓ કાટ ખાઈ રહી છે. જોકે કોલ્ડ સ્ટોરેજને ફરી શરૂ કરાવવા સ્થાનિક લોકપ્રતિનિધિઓએ કોઈ નક્કર પ્રયાસો નહીં કરતા ખેડૂતોની સુવિધા માટે બનાવેલું કોલ્ડ સ્ટોરેજ જર્જરિત થઇ રહ્યું છે.
વીજબીલ રૂ.5 લાખથી વધી જતાં જોડાણ કપાઈ ગયા
આદિજાતિ વિભાગ ગાંધીનગર અને સંકલિત આદિવાસી વિકાસ યોજના અંતર્ગત નાનાપોંઢામાં રૂ.90 લાખના 75 મેટ્રિક ટનની કેપિસિટી ધરાવતા કોલ્ડ સ્ટોરેજનું ઉદ્યઘાટન રાજ્યના તત્કાલિન ગર્વનરના હસ્તે 2011માં કરાયું હતું. જેમાં પ્રિકુલિંગ ચેમ્બર, કુલિંગ ચેમ્બર, ગ્રેડિંગ, પેકીંગ વિભાગનો સમાવેશ થાય છે. અગાઉ ખેડૂતોએ સહ્યાદ્રી ખેડૂત વિકાસ મંડળી પણ બનાવી હતી. જેમાં 711 લાભાર્થીઓ જોડાયા હતા અને કોલ્ડ સ્ટોરેજનો લાભ લઇ રહ્યા હતા. જોકે કેટલાક કારણોસર કોલ્ડ સ્ટોરેજનું વીજબીલ રૂ.5 લાખથી વધી જતાં જોડાણ કપાઈ ગયા બાદ લોક પ્રતિનિધિઓની નિષ્ક્રીયતાને લઈ 2013થી કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા આદિવાસી ખેડૂતોને મળેલી સુવિધા છીનવાઈ જતા નુકશાન થઈ રહ્યું છે.