Dakshin Gujarat

વલસાડ ડેપો નો અંધેર કારભાર, રવિવારે રાત્રે ધરમપુર ઇન્ટરસિટી બસ આર.પી એફ મેદાન નજીક ખોટકાઈ

વલસાડ: વલસાડથી ધરમપુર જતી રાત્રે 9 વાગ્યે ઉપડતી ઇન્ટરસિટી બસ નંબર જી.જે.15.ઝેડ. 6226 રવિવારે રાત્રે ડેપોથી ઉપડ્યા બાદ આર.પી.એફ મેદાન નજીક ખોટકાતા મુસાફરો રાત્રી દરમિયાન અટવાઈ ગયા હતાં.

  • મુસાફરો અને વિશેષ કરી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો રાત્રે અટવાયા

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ ડેપોમાં સત્તાધીશોની નિષ્કાળજીના પગલે ડેપોથી ઉપડતી બસો માર્ગમાં જ ખોટકાઈ જવાની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે. જોકે જો બસ રાત્રી દરમિયાન અધ વચ્ચે ખોટકાઈ તો મુસાફરો અને વિશેષ કરી વુર્દ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બનતી હોઈ છે.

રવિવારે વલસાડ ડેપોથી ધરમપુર જતી સાંજે 9 વાગ્યે ઉપડતી ઇન્ટરસિટી બસ હજુ તો આર.પી એફ.મેદાન નજીક પહોચતા ખોટકાઈ જતાં મુસાફરો ને નીચે ઉતારી દેવાયા હતા. ત્યાર બાદ લાંબા સમય સુધી બીજી બસ ફાળવવામાં ન આવતા મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

મુસાફરોએ જણાવ્યું કે સમયાંતરે ઇન્ટરસિટી બસ ખોટકાતી રહે છે, રજૂઆત કરો તો જવાબ મળે છે બસ નથી. હવે અમારે રાત્રે બસ બગડે તો અન્ય વાહન ન મળે તો ક્યાં જવું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Most Popular

To Top