વલસાડ : વલસાડના (Valsad) ત્રણ યુવક પૈકી એક યુવકે મોંમાં રોકેટ (Rocket) પકડી સળગાવી રીલ (Reels) બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયા બાદ સિટી પોલીસે ત્રણ પૈકી બે યુવાનને પકડી પાડ્યા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ ધોબી તળાવ વિસ્તારના એક યુવકે રોકેટને મોંમાં પકડી તેને સળગાવી પોતે દોડ્યો હતો. આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ખ્યાતિ મેળવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. જીવના જોખમે આવા સ્ટંટ કરાવતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ ત્રણ પૈકી બે યુવક સચિન જોશી અને આકાશ નામના યુવક ને પકડી તેની સામે અટકાયતી પગલા લીધા હતાં.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચા ઉઠી
દિવાળીના તહેવાર દરમિયાન થોડાં દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછામાં વલસાડના એક યુવકે સળગતું રોકેટ લઈને શહેરના રોડ ઉપર દોડતો હોવાનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં અનેક ચર્ચા ઉઠી રહી છે. ત્યારે ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી. સીટી પોલીસે બંને યુવકો વિરૂદ્ધ પોલીસ મથકે FIR નોંધી હતી. સીટી પોલીસે સોશિયલ મીડિયામાં સ્ટંટ કરતા 2 યુવકોની અટકાયત કરી હતી.
થોડાં દિવસ અગાઉ બન્ને યુવકનો વીડિયો વાયરલ થયો હતો
વલસાડ શહેર સહિત સમગ્ર દેશમાં અને દુનિયામાં યુવાનોને સોશિયલ મીડિયામાં અવનવા અખતરા કરી રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. દિવાળી પર્વને લઈને વલસાડ શહેરના સીટી પેલેસ વિસ્તાર પાસે રહેતા એક યુવકના મોઢામાં સળગતું રોકેટ મૂકીને રોડ ઉપર યુવક દોડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોમાં અનેક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ અંગે પોલીસને જાણ થતાં વલસાડ સીટી પોલીસે સ્ટંટ કરનાર 2 યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ધોબી તળાવ ખાતે રહેતો 25 વર્ષીય, આકાશ સુરેશ ચૌધરી અને સીટી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો 29 વર્ષીય, વેપારી સચિન મનોજ જોષીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.