વલસાડઃ વલસાડના સ્ટેશન રોડ ઉપર એક અઠવાડિયા અગાઉ મહિલા હું દબાવીને બળજબરીથી ઘસડીને લઈ જઈને મોબાઈલની લૂંટ ચલાવી હતી જેમાં પોલીસની ટીમે પાટણના યુવાનની ધરપકડ કરી છે.
- વલસાડના સ્ટેશન રોડ ઉપર મોબાઈલની લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના સ્ટેશન રોડ પેરેડાઇઝ હોટલની પાછળ લેનવાલા સદન ફ્લેટ નંબર 301 ત્રીજા માળે રહેતા સરલાબેન જગદીશભાઈ વાજપાઈ તેઓ ગઈ તારીખ 25 4 25 ના રોજ નોકરીથી પોતાના ઘરે જઈ રહી હતી. તેઓ સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાન પાછળથી આવેલા એક યુવાને તેમનું મોંઢું દબાવીને ઘસેડીને લઈ જઈને મોબાઇલને લૂંટ ચલાવી હતી.
આ મામલે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેન્સની મદદથી લૂંટ ચલાવનાર આરોપી વલસાડ તાલુકાના વાંકલ ચાર રસ્તા પાસે રહેતા અને મૂળ પાટણનો રાહુલ મનુભાઈ જેઠાભાઈ દેવીપુજકની પોલીસે ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.