વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં 6 ફેબ્રુઆરીએ કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી. નવા નોંધાયેલા કેસમાં વલસાડ મોગરાવાડીના 32 વર્ષ પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1352 કેસ નોંધાયા છે, જે પૈકી 1193ને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 8 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 34,523 ટેસ્ટ કર્યાં છે, જે પૈકી 33,171 નેગેટિવ અને 1352 પોઝિટિવ નોંધાયા છે. નવસારી જિલ્લામાં આજે ફરી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે 3 દર્દીઓ સાજા થતા હવે જિલ્લામાં માત્ર 2 જ દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 518, પારડી તાલુકામાં 191, વાપી તાલુકામાં 405, ઉમરગામ તાલુકમાં 119, ધરમપુર તાલુકામાં 53, કપરાડા તાલુકામાં 66 કેસ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ 518 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે, જે પૈકી 463 સાજા થયા છે, જ્યારે 4 દર્દીઓ સારવાર હેઠળ છે. અન્ય કારણોસર 51 મોત આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.
નવસારી: (NavsarI) નવસારી જિલ્લામાં આજે ફરી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે 3 દર્દીઓ સાજા થતા હવે જિલ્લામાં માત્ર 2 જ દર્દીઓ સારવાર હેઠળ છે. નવસારી જિલ્લામાં સતત પાંચ દિવસ બાદ ગત રોજ 2 કોરોનાનો કેસ નોંધાયા છે. છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસો 5 થી 6 દિવસના અંતરે નોંધાઈ રહ્યા છે. જે કેસો જિલ્લાના ગામડાઓમાં નોંધાયા હતા. આજે ફરી જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેથી જિલ્લામાં કુલ કોરોનાના 1564 કેસો નોંધાયા છે.
ચાર દિવસ બાદ આજે 3 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1460 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં હવે માત્ર 2 જ કોરોના દર્દી સારવાર લઈ રહ્યા છે. શનિવારે જિલ્લામાં કોરોનાના 295 લોકોના સેમ્પલો લેવાયા હતા. જેથી જિલ્લામાં કુલ 135100 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી કુલ 133241 સેમ્પલ નેગેટીવ આવ્યા હતા.જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1564 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.