વલસાડ : વલસાડ (valsad )તાલુકાના નંદાવલા ગામે(Nandvala village) લાડલી હોટલની પાછળ આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં (Plastic godown) આજરોજ વહેલી સવારે (Early Morning) આગ લાગતા ભારે દોડઘામ મચી ગઈ હતી. જ્યારે આગને ?(Fire) કાબુમાં લેવા માટે વલસાડ ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈને છ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગની લપેટોમાં ગોડાઉન બાળીને ખાક થયું
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ કૈલાશરોડ ઉપર રહેતા ગીરીશભાઈ બચુભાઈ ઠક્કર તેઓ વલસાડ તાલુકાના નંદાવલા ગામે હાઇવે ઉપર લાડલી હોટલના પાછળના ભાગે શ્રી લક્ષ્મી ઓલ પેપર માર્ટ અને પ્રામાણિક પ્લાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક ભંડારનું ગોડાઉન ચલાવે છે. આજરોજ વહેલી સવારે ગોડાઉનમાં આગ લાગી જતા ભારે દોડઘામ મચી ગઈ હતી. જ્યારે સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતો, પણ આગ એટલી બધી તેજ હતી કે પૂરું ગોડાઉન આગમાં સમેટાઈ ગયું હતું. આગ પર કાબુ મેળવવા માટે સ્થાનિકોએ વલસાડ પાલિકાની ફાયર બિગેડની ટીમને જાણ કરી હતી. વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જઈને છ કલાકના ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગમાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. જે અંગેની ફરિયાદ ગીરીશભાઈએ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી છે.
વ્યારાના રહેણાક મકાનમાં આગ ભભૂકતાં ઘરવખરી ખાખ
વ્યારા: વ્યારા રેલવે સ્ટેશન રોડ પર બે માળના રહેણાક મકાનમાં સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં આગ ભભૂકતાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને લઈ આસપાસના તમામ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નજીકમાં જ બહુમાળી ઇમારત હોવાથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં બે ફાયરની ગાડી સાથે ફાયર ઓફિસર નારણ બંધિયા સાથે ૧૧ કર્મચારીનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી એલપીજી સિલિન્ડર બહાર કાઢી લાઇટ બંધ કરી ૧૨ હજાર લીટર જેટલું પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, કોઇ જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી હતી.
ભારે જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવાયો
વ્યારા સ્ટેશન રોડ પર એનપીજી બિલ્ડિંગને અડીને આવેલા પ્રદીપકુમાર શાહના મકાનમાં સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઊઠી હતી. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતાં ઘરમાલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોએ આ ઘટનાની જાણ ફાયરને કરતાં કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ કયાં કારણોસર લાગી છે. તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આગમાં ઘરની ઘરવખરી સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. જેના કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે.