‘ઉતાવળે આંબા ન પાકે કહેવત ખોટી’: ઉમરસાડીના ખેડૂતની વાડીમાં શિયાળામાં કેરી આવી ગઈ

પારડી: (Pardi) વલસાડ જિલ્લામાં (Valsad District) આ વર્ષે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં અનાવિલ ખેડૂતની (Farmer) વાડીમાં શિયાળામાં આંબાના ઝાડ (Mango Trees) ઉપર કેરીનો મબલખ પાક આવતા ઉમરસાડી પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વલસાડની કેરી દેશ-વિદેશમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે કેરી ખાવાના શોખીનો માટે આ વર્ષે આનંદના સમાચાર આવી રહ્યા છે. જો કે ગત વર્ષે પુષ્કળ વરસાદને કારણે જોઈતા પ્રમાણમાં કેરીનો પાક ન મળતા ખેડૂતો તેમજ કેરીના શોખીનોમાં નારાજગી જોવા મળી હતી.

કેરી ખાવાના શોખીનો માટે આ વર્ષે આનંદના સમાચાર છે. વલસાડમાં હાફુસ કેરીનો પાક તૈયાર થઇ ગયો છે. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામે ખેડૂત દિલીપભાઈ ગુણવંતરાય દેસાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેરીનો પાક સારો તૈયાર થયો છે. જેમાં હાફુસ કેરીનો પાક તૈયાર થઇ ગયો છે. કેરીનું હાર્વેસ્ટિંગ એપ્રિલ માસમાં ચાલુ કરવામાં આવે છે.

કેરીના સફળ પાક માટે નિયમિત સાફસફાઈ, ઓર્ગેનિક દવાનો છંટકાવ કરવો : ખેડૂત દિલીપ દેસાઈ
ખેડૂત કિરીટભાઈ અને દિલીપભાઈ છેલ્લા 7 વર્ષથી આંબાવાડીમાં ઓર્ગેનિક ખાતર વાપરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય ખેડૂતોએ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કંપનીની સલાહ કરતા ઓછું વાપરવું જોઈએ અને બને ત્યાં સુધી છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. 21 જૂન બાદ આવતા વર્ષની કેરીના પાક માટે તૈયારી હાથ ધરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગ્લોબલ વોર્મિંગમાં કેરીના ફ્લાવરિંગ સમયે કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ કે તાપમાનમાં ફેરફાર થતા રહ્યા છે. જે સમયે સારી ટ્રીટમેન્ટ આપવા માર્ગદર્શન આપ્યું હતું. કેરીના પાકની સંભાળ લેવામાં આવતી નિયમિત કાળજીમાં સાફસફાઈ, દવાનો છંટકાવ કરવો વગેરેની જાણકારી આપી હતી.

Most Popular

To Top