Dakshin Gujarat

વલસાડમાં કેરીની મોસમ પૂર્ણતાના આરે, માર્કેટ ખાલી ખમ

વલસાડ : વલસાડમાં હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે આવી છે. કેરી માર્કેટ હવે ખાલી ખમ થઇ રહ્યું છે. બજારમાંથી રાજાપુરી કેરી સંપૂર્ણ પણે પૂરી થઇ ગઇ હોવાનું શનિવારની રાત્રે જોવા મળ્યું હતુ. કેસર પણ એકલ દોકલ વેપારીને ત્યાં જ જોવા મળી હતી.

  • વલસાડમાં કેરીની મોસમ પૂર્ણતાના આરે, એકલ દોકલ વેપારીને ત્યાં જ કેરી
  • કેરી માર્કેટમાંથી રાજાપુરી કેરી પણ પૂરી થઇ ગઇ

વલસાડમાં આ વર્ષે 16 જુન થવા છતાં ચોમાસુ બેઠું નથી. જેના કારણે કેરીની મોસમ હજુ લાંબી ચાલે એવું લાગી રહ્યું છે, પરંતુ હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે છે. છેલ્લી બચેલી કેરી પણ બજારમાં આવી અને ટપોટપ વેંચાઇ ગઇ છે. મોસમના અંતમાં પણ કેસરનો ભાવ રૂપિયા 1500 પ્રતિ મણ સુધી જળવાયો હતો. જ્યારે રાજાપુરી રૂપિયા 800 મણ અને હાફુસ રૂપિયા 1400 થી 1500 પ્રતિ મણના ભાવે વેંચાઇ હતી. જોકે, હવે કેરી આવવાની જ પુરી થઇ ગઇ છે. રવિવારે બજારમાં એકલ દોકલ વેપારી કે ફેરિયા પાસે જ કાચી કરી જોવા મળી હતી. એ પણ વધેલી ઘટેલી થોડી કેરી હતી. એ સિવાય બજાર બહાર પાકી કેરી વેંચનારા કેટલાક ફરિયા જોવા મળ્યા હતા, પરંતુ એકંદરે હવે આ સપ્તાહમાં કેરીની મોસમ પૂર્ણ થઇ જશે.

Most Popular

To Top