વલસાડ : વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai profil ) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની (Vaishali) હત્યા કરનાર લુધિયાણાના કોન્ટ્રાક્ટ કિલર (contract killer) સુખવિન્દર (Sukhwinder) ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ, તેના સાથી ત્રિલોકસીંગ બાદ હવે તેમનો ત્રીજો સાથીદાર પ્રવિણ ઉર્ફે પીન્ની પણ પકડાઇ ગયો છે.વલસાડની ગાયિકા વૈશાલી બલસારાને તેની જ કારમાં મોતને ઘાટ ઉતારી તેને પારડી પાર નદી પાસે મુકી આવી તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે આખી હત્યાનું કાવતરૂં રચનારી 9 માસની ગર્ભવતી એવી બબિતા કૌશિકની ધરપકડ કરી હતી.
પુછતાછ બાદ તેણે જેને સોપારી આપી એની તપાસ હાથ ધરી
તેની પુછતાછ બાદ તેણે જેને સોપારી આપી એની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે સોપારી લેનાર કોન્ટ્રાક્ટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખાને પકડી પાડ્યો હતો. જોકે, ગળું દબાવી વૈશાલીની હત્યા કરનારો પકડાયો ન હતો. વૈશાલીની હત્યા કરનારામાં ત્રિલોકસિંગ બાદ પ્રવિણસીંગ ઉર્ફે પીન્ની કમરજીતસીંગ વીરસીંગ મજવીશીખ (ઉ.વ.20) ને પણ પોલીસે પંજાબથી પકડી પાડ્યો છે.પ્રવિણ ઉર્ફે પીન્નીએ ત્રિલોકસિંગ સાથે મળી વૈશાલીને મોતને ઘાટ ઉતારી હતી. પ્રવિણે જ તેનું મફલર વડે ગળું દબાવ્યું હતુ. જ્યારે ત્રિલોકે તેને પકડી રાખી હતી. તેણીની હત્યાને અંજામ આપી આ ત્રણે જણા તેની કારને પાર નદી કિનારે મુકી આવ્યા હતા અને પછી સુરત પહોંચ્યા અને ત્યાં રાત રોકાઇને પોતાના વતન પરત ફર્યા હતા.