SURAT

વલસાડ જિલ્લામાં આવતીકાલે આ 8 સ્‍થળોએ યોજાશે મતગણતરી

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી (Election) તેમજ ધરમપુર નગરપાલિકાની પેટા ચૂંટણી-૨૦૨૧ માટેની મતગણતરી તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ વાગ્‍યાથી દરેક તાલુકા મથકોએ વિવિધ આઠ સ્‍થળોએ યોજાશે. વલસાડ જિલ્લામાં તા.૨૮/૨/૨૦૨૧ના રોજ સવારે જિલ્લા પંચાયતની (Jilla Panchayat) બેઠક માટે ૩,૩૯,૪૩૦ પુરુષ અને ૩,૨૩,૩૨૯સ્ત્રી મળી કુલ ૬,૬૨,૭૫૯, વલસાડ તાલુકા પંચાયતની ૬ બેઠકો માટે ૩,૩૮,૯૯૯ પુરુષ અને ૩,૨૨,૧૩૯સ્ત્રી મળી કુલ ૬,૬૧,૧૩૮ મતદાન કર્યું હતું.

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ૮,૦૫૯ પુરુષ અને ૬,૭૬૭ સ્ત્રી મળી કુલ ૧૪,૮૨૬ જ્‍યારે ધરમપુર નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણી માટે ૧,૦૪૮ પુરુષ અને ૯૩૯ સ્ત્રી મળી કુલ ૧,૯૮૭ મતદારોએ મતદાન કર્યુ હતું. આમ વલસાડ જિલ્લા પંચાયતની બેઠક માટે ૬૯.૬૪ ટકા, વલસાડ તાલુકા પંચાયતની ૬ બેઠકો માટે ૬૯.૭૨ ટકા, ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૭.૪૬ ટકા જ્‍યારે ધરમપુર નરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણી માટે ૬૫.૭૧ ટકા મતદાન નોંધાયું હતું.

વલસાડ જિ-તા.પં.ની બેઠકમાં સૌથી વધારે અને સૌથી ઓછું મતદાન
વલસાડ જિલ્લા પંચાયતમાં સૌથી વધુ મોટી કોરવડ બેઠક ઉપર ૮૩.૩૫% ટકા, જ્‍યારે સૌથી ઓછું છીરી બેઠક ઉપર ૪૯.૧૮% ટકા, વલસાડ તાલુકા પંચાયતની ગાડરીયા બેઠક ઉપર સૌથી વધુ ૭૭.૯૨% જ્‍યારે નનકવાડા બેઠક ઉપર સૌથી ઓછું ૪૬.૯૮%, કપરાડા તાલુકા પંચાયતની કાકડકોપર બેઠક ઉપર સૌથી વધુ ૮૩.૮૦% જ્‍યારે વિરક્ષેત્ર બેઠક ઉપર સૌથી ઓછું ૬૦.૯૩%, વાપી તાલુકાની ચંડોર બેઠક ઉપર સૌથી વધુ ૭૯.૦૬% જ્‍યારે ચણોદ-૧ બેઠક ઉપર સૌથી ઓછું ૪૧.૮૫%, ઉમરગામ તાલુકાની વલવાડા બેઠક ઉપર સૌથી વધુ ૭૫.૭૩% જ્‍યારે સંજાણ-૧ બેઠક ઉપર સૌથી ઓછું ૪૬.૫૨%, ધરમપુર તાલુકાની ભાનવળ બેઠક ઉપર સૌથી વધુ ૮૬.૫૧% જ્‍યારે મુરદડ બેઠક ઉપર સૌથી ઓછું ૬૯.૬૬% તેમજ પારડી તાલુકાની ડુંગરી બેઠક ઉપર સૌથી વધુ ૭૮.૨૨% જ્‍યારે ઉમરસાડી-૧ બેઠક ઉપર સૌથી ઓછું ૧૨.૧૨% મતદાન નોંધાયું હતું.

મતગણતરીની પ્રક્રિયા ક્યાં ક્યાં હાથ ધરાશે
વલસાડ તાલુકા પંચાયતની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ-વલસાડ, પારડીમાં ડીસીઓ સાર્વજનિક હાઇસ્‍કૂલ, વાપીમાં ખંડુભાઇ હરીભાઇ પુરુષ અધ્‍યાપન મંદિર-વાપી, ઉમરગામ ખાતે એમ.એમ. હાઇસ્‍કૂલ, કપરાડા ખાતે સરકારી વિનયન કોલેજ, ધરમપુર ખાતે વનરાજ આર્ટ્‌સ એન્‍ડ કોમર્સ કોલેજ-બામટી, ઉમરગામ નગરપાલિકા માટે કુમારશાળા-ઉમરગામ અને ધરમપુર નગરપાલિકા માટે નગરપાલિકા હાઇસ્‍કૂલ, ધરમપુર

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top