વલસાડ.19
વિદેશમાં મળી રહેલા કોરોના (CORONA)ના નવા સ્ટ્રેઇન (NEW STRAIN) અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સક્રરમણના પગલે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના પગલાં રૂપે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. સાથે સરકારના આદેશ (GOVT ORDER)ના પગલે જિલ્લામાં આવતા અન્ય રાજયના કે વિદેશમાંથી આવતા લોકોનું સ્ક્રીનિગ ફરજીયાત કરાયું છે, જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હવે તમામ ટકડેરી લેવાશે અને સતત ફોલો અપ કરાશે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં કોરોનાનાં કેસો ઘટી રહયા હોવાથી લોકો કોરોના મહામારી (PANDEMIC) મુદ્દે વધારે બેધ્યાન થઈ રહયા છે. લોકો બધું સામાન્ય થઈ ગયું હોવાનું માનીને મહામારી પ્રત્યે અવગણનાનું વલણ દાખવી રહયા છે. આજે જિલ્લામાં કોરોનાની જે પરિસ્થિતિ નિયંત્રિત છે તે માટે વહીવટીતંત્ર અને ખાસ કરીને આરોગ્ય વિભાગે અથાગ મહેનત કરી છે. જેમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓનો સહયોગ પણ મળ્યો છે.
મહત્વની વાત છે કે અન્ય રાજ્યોમાં હાજી કેસોમાં અંકુશ મુકાયું નથી અને વિદેશોમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ પણ જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા ૨ાજ્ય મહારાષ્ટ્રમાં ફરીથી કેસોનું પ્રમાણ વધ્યું છે. કોરોના વાયરસ ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કોને-કોને પોતાના સકંજામાં લઈ લે તે આજે પણ કહેવું ખુબ જ જટીલ છે, જેથી જો લોકો બેદ૨કારી રાખશે તો ગમે તે સમયે સ્ફોટક સ્થિતી ઊભી થઈ શકે તેમ છે.
હાલ લગ્નોમાં તથા અન્ય મોટા કાર્યક્રમોમાં માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે બેદરકારી રાખશો તો આપણે અત્યાર સુધી રાખેલી સતર્કતા અને કોરોના નિયંત્રણ માટે કરેલા પ્રયાસો નકામા બની જશે. લોકોએ એ ન ભુલવું જોઈએ કે કોરોના મહામારીનો અંત આવ્યો નથી અને વાયરસ અટકયો નથી. આપણી નાનકડી બેદ૨કારી આવનારા દિવસોમાં લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે અને એટલે જ બોક્સ..જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું કે સરકારના આદેશ બાદ આજથી મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો કે વિદેશમાંથી આવનારા લોકો ઉપર વિશેષ ધ્યાન આપી ફરજીયાત સ્ક્રીનિગ કરી સતત ફોલોઅપ કરાશે.કોરોનાથી ડરો નહીં, ૨સી લો, કોરોનાથી લડો અને સાવચેતી રાખો એ જ આજના સમયની માંગ છે.લગન કે સમારોહમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા અપીલ કરી છે.