કાર ભાડે લઈ તેને વેચી મારતા પરવેઝની ફરિયાદ દમણ, નવસારી બાદ હવે સુરતમાં પણ થઈ રહી છે – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

કાર ભાડે લઈ તેને વેચી મારતા પરવેઝની ફરિયાદ દમણ, નવસારી બાદ હવે સુરતમાં પણ થઈ રહી છે

વલસાડ: (Valsad) વલસાડમાં રહેતો અને કાર (Car) ભાડે (Rent) લઇ ચોરી કરી તેને વેચી મારતા ઠગ પરવેઝની ઠગાઇનું લીસ્ટ લાંબુ થઇ રહ્યું છે. તેની વિરૂદ્ધ નવસારી (Navsari) અને દમણ પોલીસ (Daman Police) મથકે પણ અરજીઓ થઇ છે. જેની તપાસ માટે હવે અન્ય સ્થળોની પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. પરવેઝે સુરતમાં (Surat) પણ કાર ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે જેની ફરિયાદ પણ થઇ રહી છે.

  • કાર ભાડે લઇ ચોરી કરી વેચી મારતા ઠગ પરવેઝની ઠગાઇનું લાંબુ થઇ રહેલું લીસ્ટ
  • વલસાડના મહાઠગ પરવેઝ વિરૂદ્ધ નવસારી-સુરત અને દમણમાં પણ ફરિયાદ

વલસાડના પરવેઝ ઇમ્તીયાઝ ખોલીવાલાએ મોગરાવાડીમાં રહેતા સંતોષ ઝારખંડે ગુપ્તાએ પોતાની માલિકીની ઇકો કાર (નં. જીજે-15-સીકે-2079) ભાડે લીધી હતી અને તેને ઉમરગામના સંજય નામના વ્યક્તિને સંતોષના ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી વેચી મારી હતી. આ કેસમાં વલસાડ પોલીસે તેની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યા બાદ આ જ મોડસ ઓપરેન્ડીથી તેણે સુરત, નવસારી અને દમણ તેમજ વલસાડમાં પણ અન્ય કારની ઠગાઇ કરી હોવાનું બહાર આવી રહ્યું છે. તેના વિરૂદ્ધ નવસારીમાં અને દમણમાં પોલીસ ફરિયાદ થઇ હતી. જેની તપાસ માટે નવસારી અને દમણ પોલીસ વલસાડ આવી ચૂકી છે. જોકે, સુરત પોલીસમાં હાલ અરજી થતાં ટુંક સમયમાં તેઓ પણ પરવેઝની તપાસ હાથ ધરશે.

હાલ તપાસ ચાલુ છે
આ સંદર્ભે સિટી પીઆઇ ચૌધરીએ જણાવ્યું કે, નવસારી અને દમણ પોલીસ આવી છે. હાલ તપાસ ચાલુ છે. પરવેઝે કેટલી કારની ઠગાઇ કરી એ આંક હજુ સુધી સામે આવ્યો નથી. તપાસ પછી ખબર પડશે.

ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટ કમ્પાઉન્ડમાં 37.59 લાખના કોપર સ્ક્રેપની ચોરી
ઉમરગામ : ઉમરગામ તાલુકામાં છેલ્લા થોડા સમયથી વધેલા ચોરીના બનાવો વચ્ચે વધુ એક ચોરીનો બનાવ ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જીએસટી મોબાઈલ સ્કોડ દ્વારા ડિટેઇન કરીને ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા ટેમ્પોમાંથી રૂપિયા 37.59 લાખના કોપર સ્ક્રેપની ચોરી થઈ હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પારડી બગવાડા ટોલનાકા પાસેથી જીએસટી મોબાઈલ સ્કોડ દ્વારા તારીખ 22 જૂન 2021 ના રોજ કોપર સ્ક્રેપ ભરેલો એક આઇસર ટેમ્પો નં (જીજે-04-એટી- 8198) ડીટેઇન કરી લાવી ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. આ ટેમ્પોમાં 6,500 કિલ્લો સ્ક્રેપનો રૂપિયા 42,83,580 કિંમતનો મુદ્દામાલ હતો. આ ટેમ્પોમાંથી તારીખ 12 જૂન 2022 થી 23 ડિસે.2022 ના રોજ થોડા થોડા કરીને કોઈ ઈસમ કુલ 5775 કિલો કોપર સ્ક્રેપ જેની કિંમત રૂપિયા 37,59,525 નો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ભીલાડ જીએસટી મોબાઈલ સ્કોડ જીએસટી રાજ્ય વેરા અધિકારી હરદેવસિંહ અજીતસિંહ રાણા (હાલ રહે., ભીલાડ મૂળ, રહે., ગાંધીનગર)ના એ આપતાં ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top