વલસાડ : (Valsad) વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections) મતદાન (Voting) પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન (EVM Machine) સ્ટ્રોંગ રૂમમાં (Strong Room) મુકાઈ ગયા છે. સરકાર દ્વારા મશીનમાં કોઈ છેડછાની ન થાય એ માટે આપના કાર્યકર્તાઓએ તેનો પહેરો ભરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરતના આપના કાર્યકર્તાઓએ તેની શરૂઆત કરી હતી. જેને જોઈ વલસાડ આપના કાર્યકર્તાઓ દ્વારા પણ સ્ટ્રોંગરૂમની બહાર ધામા નંખાયા છે. વલસાડમાં આપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્ટ્રોંગરૂમની બહાર ચોકી પહેરામાં જોડાયા છે. વલસાડમાં વિધાનસભાની ચૂંટણી બાદ ઇવીએમ મશીન વલસાડની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ પર સ્ટ્રોંગરૂમમાં મુકાયા છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીના મશીનો અહીં જ સીલ કરાયા છે. ત્યારે આ સ્થળે આમ આદમીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો ઇવીએમમાં ટેમ્પરિંગની શંકાના આધારે તેનો ચોકી પહેરો કરી રહ્યા છે.
- મશીનમાં કોઈ છેડછાની ન થાય એ માટે આપના કાર્યકર્તાઓએ તેનો પહેરો ભરવાનું શરૂ કર્યું
- આમ આદમીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો
- ઇવીએમમાં ટેમ્પરિંગની શંકાના આધારે ભરી રહેલા ચોકી પહેરો
ધરમપુર વિધાનસભામાં મતદાનનો ટ્રેન્ડ વધુ
વાપી : વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન થયું છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિની બધા મત વિસ્તારમાં વધુ મતદાનનો ટ્રેન્ડ છે. જોકે વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં વધુ મતદાનનો ટ્રેન્ડ આ વખતે પણ અકબંધ રહ્યો હતો. પરંતુ ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં ઓછું મતદાન થયું જોવા મળે છે. વલસાડ જિલ્લાની આ ત્રણ અનુસૂચિત જનજાતિ અનામત બેઠકોમાં ધરમપુરની બેઠક ઉપર તો 2017ની ચૂંટણીના મતદાન કરતા ટકાવારીની દ્રષ્ટિએ વધુ મતદાન નોંધાયું છે. જ્યારે કપરાડામાં આખા વલસાડ જિલ્લામાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે.
ધરમપુરમાં મતદારોએ તેમની પરંપરા જાળવી રાખીને જોરદાર મતદાન કર્યુ
ટકાવારી 83.91 જેટલી હતી. આમ કપરાડા તેમજ ધરમપુરમાં મતદારોએ તેમની પરંપરા જાળવી રાખીને જોરદાર મતદાન કર્યુ છે. જ્યારે ઉમરગામમાં ઓછું મતદાન થયું છે. ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં 2,86002 મતદારો પૈખી 1,17,842 મતદારોએ મતદાન કર્યુ હતું. જેની ટકાવારી 60.43 જોવા મળી છે. જે આખા જિલ્લામાં સૌથી ઓછી તો છે જ. પરંતુ આદિવાસી પટ્ટીના મત વિસ્તારોમાં થતા વધુ મતદાનના ટ્રેન્ડની સામે પણ ઓછું મતદાન છે. ઉમરગામમાં 2017ની ચૂંટણીમાં2,44,781 મતદારો પૈકી1,69,581 મતદરોએ મતદાન કર્યુ હતું. જે 64.41 ટકા જોવા મળ્યું હતું. આમ ટકાવારીની દ્રષ્ટીએ મતદાન ઓછું થયું છે. જોકે આખા જિલ્લામાં સૌથી વધુ મતદારો ઉમરગામ મત વિસ્તારમાં હતા