Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં મા કાર્ડ યોજનાના સેન્ટરો મહિનાથી બંધ, લોકોને હાડમારી

ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિના મૂલ્યે તબીબી સારવાર માટેની માં કાર્ડ યોજનાની કામગીરીમાંથી ખાનગી એજન્સીઓને દૂર કરવાના નિર્ણયને 1 મહિનો થવા છતાં હજુ સરકારી દવાખાનાઓમાં સેવા શરૂ નહીં કરાતા ગંભીર બીમારી, દુર્ઘટનાઓ સમયે લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં 6 તાલુકાની 6 ખાનગી એજન્સીઓની કામગીરી બંધ કરી દેવા નિર્ણય લેવાયો હતો. જ્યાં અન્ય એજન્સી નહીં આવે ત્યાં સુધી સરકાર કામ કરશે.

હાલમાં સોફ્ટવેર અપડેટ નહીં થતાં કામગીરી ખોરંભે પડે છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આકસ્મિક માંદગી, ગંભીર બીમારીઓ સમયે વિના મૂલ્યે સારવાર માટેની માં કાર્ડ યોજના અમલી બનાવી હતી. જોકે, એ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં કામગીરી માટે અન્ય એજન્સીને કામ સોંપ્યુ હતુ. સેન્ટરો બંધ કરી દેવાયા હતા. વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર કપરાડા તાલુકામાં પણ મા કાર્ડનું કામ કરતી 6 એજન્સીઓને પણ બંધ કરી દેવાઈ છે. કામગીરી બંધ રહેતા લોકો મહિનાથી અટવાઈ રહ્યા છે.

Most Popular

To Top