વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વલસાડના છીપવાડ તથા મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે મોગરાવાડીના ગરનાળામાં કાર ફસાઈ ગઈ હતી. ઉપરાંત વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડમાં આજે પડેલા 3.5 ઇંચ વરસાદના કારણે વલસાડ સ્ટેડિયમ રોડ, હાલર રોડ, તિથલ રોડ, છીપવાડ દાણા બજાર, તરીયાવાડ, વલસાડ પારડી કાશ્મીર નગર, વલસાડ કસ્તુરબા હોસ્પિટલ સામે ધનભુરા રોડ, ધરમપુર ચોકડી, અબ્રામા રસ્તા ઉપર તથા વલસાડના છીપવાડ ગરનાળુ અને મોગરાવાડીના ગરનાળામાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હતા.
જ્યારે મોગરાવાડી ગરનાળામાં ઈકો કાર ફસાઇ ગઈ હતી. હાલમાં ઓવરબ્રિજ બંધ હોવાથી લોકો મોગરાવાડી અને છીપવાડના ગરનાળામાંથી અવર જવર કરતા હતા. પણ વરસાદમાં બંને ગરનાળામાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાઇ ગયા હતા અને રસ્તા ઉપર લાંબી લાઇનો લાગી ગઇ હતી. જ્યારે કેટલાક વાહનચાલકોએ કૂંડી ફાટક થઈને હાઇવે ઉપર જવું પડ્યું હતું ત્યારે પડેલા વરસાદથી જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
વલસાડ મોગરાવાડીના દાદરા નગર હવેલીમા દોઢ ઇંચથી વધુ વરસાદ દાદરા નગર હવેલીમાં સવારથી જ ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ડાંગરના પાક માટે વાવણીની તૈયારી કરી રહ્યા છે. સેલવાસમાં 32 એમએમ વરસાદ પડ્યો છે અને ખાનવેલ વિસ્તારમાં 24 એમએમ વરસાદ પડયો છે. સિઝનનો કુલ 6 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે મધુબન ડેમનુ લેવલ 68.5 મીટર સાથે ડેમમાં પાણીની આવક 405 ક્યુસેક અને પાણીની જાવક 462 ક્યુસેક છે. ગરનારાથી પાણી કાઢવા માટે પાલિકાએ મોટર મૂકીને પાણી કાઢવાનું ચાલુ કર્યું હતું. ધરમપુર પંથકમાં અતિ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી હતી.
દાદરા નગર હવેલીમા દોઢ ઇંચથી વધુ વરસાદ
દાદરા નગર હવેલીમાં સવારથી જ ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ડાંગરના પાક માટે વાવણીની તૈયારી કરી રહ્યા છે. સેલવાસમાં 32 એમએમ વરસાદ પડ્યો છે અને ખાનવેલ વિસ્તારમાં 24 એમએમ વરસાદ પડયો છે. સિઝનનો કુલ 6 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે મધુબન ડેમનુ લેવલ 68.5 મીટર સાથે ડેમમાં પાણીની આવક 405 ક્યુસેક અને પાણીની જાવક 462 ક્યુસેક છે.