Charchapatra

વલોણું

વલોણું એટલે માખણ કાઢવા દહીં ભાંગીએ તો જ માખણ મળી શકે છે. વલોવવાની ક્રિયામાં સાધન હોય તે રવાઈ,રવૈયો અથવા વાંસ. વલોવવાની ગોળી હોય અને વલોણા સમયે વલોવવાનો ધમકાર સંભળાય. ગામડાંમાં આ દૃશ્યો જોવા મળે. માખણને ગોરસ પણ કહેવાય. વલોણું કરવું એટલે છાસ કરવી એમ પણ કહે. પહેલાં તો વલોણાવાર એટલે કે વલોવવાનો દિવસ નક્કી હોય એટલે પછી મફતમાં છાસ મળતી, હવે વેચાતી લેવી પડે તેટલો ફરક, બસ! ક્યારેક વિચારવલોણું કરવામાં આવે તો નવનીત મળી જાય એમ પણ બને. પૈસા અને કામકાજની દોડમદોડમાં પોતાના માટે થોડો સમય ફાળવીને શાંતિથી વિચારીને પછી આગળ વધી શકાય. મને તો વિચારવાનો સમય ક્યાં છે? એમ કહો તે ન ચાલે. સત્ય છે કે, વિચારવલોણામાંથી આત્મસ્ફુરણા થાય. વિચારને શબ્દદેહ મળે અને ખાસ અગત્યની વાત, વિચારને આચારમાં મૂકી શકાય. મોટે ભાગની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે. વિચારવા જેવું તો ખરું!
નવસારી  – કિશોર આર. ટંડેલ

અડધીરાત્રે ઓનલાઇન ઉપલબ્ધ છે
વય વધે નિંદ્રા ઘટે ત્યારે કયારેક રાત્રે દોઢ બે વાગ્યે આખ ખુલી જાય પથારીમાં કરવત બદલતા પડયા હોઇએ ત્યારે સમય પસાર કરવા માટે મોબાઇલ પર ઓનલાઇન ગુજરાતમિત્ર હાજર જ હોય. સવારે આવનારું પેપર મધરાત્રે જ વાંચવા મળી જાય. પથારીમાં સુતા સુતા પેપર વંચાય જાય. થાકેલી આંખે ફરી ઉંઘ આવી જાય એટલે સીધુ સવાર ગુજરાતમિત્ર કે અન્ય કોઇપણ પેપર રાત્રે જ ઓનલાઇન વાંચવા મળી જાય તે વાંચવામાં રુચિ ધરાવનારાઓ માટે આનંદની વાત છે. જે જે પેપરો મધ્ય રાત્રિએ ઓનલાઇન વાચકો માટે વાંચવા મુકે છે તેવા પેપરોના તંત્રીશ્રીએ અભિનંદનને પાત્ર છે.
સુરત           – વિજય તુઇવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top