Madhya Gujarat

શહેરા તાલુકાના વલ્લભપુર ગામે મહીસાગર નદીમાં સગીરની લાશ મળી

શહેરા: શહેરાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમા સ્થાનિક લોકો ને ગુરૂવારના દિવસે ચાર વાગ્યાની આસપાસ જૂની વાડી ગામના સગીરની લાશ તરતી જોવા મળતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ નદી ખાતે આવીને મહિસાગર પોલીસ ની હદ લાગે જ્યારે મહીસાગર પોલીસ અમારી હદ નહી હોવાનુ રટણ કરી રહયા હતા. મહીસાગર,પંચમહાલ અને ખેડા પોલીસ વિભાગની હદના વિવાદ વચ્ચે સગીરના મૃતદેહ નો મલાજો જાણવી શકાયો ન હતો.આખી રાત મૃતદેહ નદીમાં રહેતા સ્થાનિક ગામના સેવાભાવી લોકો નદીમાં બેસી રહયા હતા.સવારમાં દસ વાગ્યાની આસપાસ મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ ગામના અગ્રણી જશવંતસિંહ બળવંતસિંહ સોલંકીને જાણ કરવામા આવી હતી. આ બાબતની જાણ ગામના અગ્રણી જશવંતસિંહ એ તાલુકા પોલીસને કરતા પોલીસ સ્ટાફ નદી ખાતે આવી પહોચ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા નદીમાં તરતી લાશ મહીસાગર પોલીસ હદ વિસ્તારમાં આવતી હોવાનું જણાવીને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જશવંતસિંહ સોલંકી દ્વારા મહીસાગર અને ખેડા પોલીસનો સંપર્ક કરવા છતાં હદ વિસ્તારને લઈને પોલીસ એકબીજા ને ખો આપી રહયા હતા. પોલીસ આ બાબતે કાર્યવાહી કરે તેવી આશાએ પોલીસની ઇમરજન્સી સેવા 100 નંબર પર આ ગામના જાગૃત નાગરીક દ્વારા અનેક વખત કોલ કરવા છતાં કોઈએ ફોન નહી ઉપાડતા આ પોલીસની ઇમરજન્સી સેવા કહેવાતી શોભાના ગાંઠિયા સમાન પૂરવાર સાબિત થઇ હતી.

આ ગામના અગ્રણી જશવંત સિંહ સોલંકી દ્વારા પોલીસ વિભાગ કાર્યવાહી કરે તે માટે સતત ત્રણ જિલ્લાની પોલીસનો સંપર્ક કરવા છતાં પોલીસએ કાર્યવાહી નહી કરતા નદી ખાતે તેઓ તેમજ જાગૃત ગ્રામજનો રાત્રિ દરમિયાન બેસી રહયા હતા. મહીસાગર નદી ખાતે સવારના સમયે ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસ આવી જઈને નદીમાંથી સગીરની લાશને બહાર કાઢવામાં આવી હતી. નદી માંથી મળી આવેલ લાશ બે દિવસથી ગુમ જૂની વાડી ગામ ખાતે રહેતા 14 વર્ષીય વિરેન્દ્રસિંહ સોલંકીની હોવાનું બહાર આવ્યુ હતુ.

સ્થાનિક ગ્રામજનો દ્વારા મૃતકના પરીવારજનોને જાણ કરવામાં આવતા તેઓ નથી ખાતે દોડી આવ્યા હતા. અને નદી ખાતે વિરેન્દ્રના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય ત્યારે ત્રણ જિલ્લાની હદના વિવાદ વચ્ચે મહીસાગર નદી માંથી મળી આવેલ મૃતદેહનો જે મલાજો જણાવો જોઈએ તે નહિ જળવાતા મૃતકના પરીવારજનો સહિત આ ગામના જાગૃત ગ્રામજનો પોલીસના આવા વર્તનથી નારાજ થયા હતા.

Most Popular

To Top