ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજમા તેલ ભડકે બળે છે. બિચારી પ્રજા એમા શેકાય રહી છે. સત્તાધારી કે વિરોધ પક્ષના નેતાઓ માટે પણ શું કહેવું? પ્રજાના હિત માટે એ લોકોનું લોહી પણ ગરમ થતુ નથી. એ.સી.માં આરામથી બેસીને આ બધો તેલનો ખેલ જોયા કરે છે. પ્રજા માટે પણ શું કહેવું? એક સમય એવો હતો કે તેલના ડબ્બામા 10 રૂપિયા પણ વધતા તો પ્રજા રસ્તા પર આવીને જબરજસ્ત એનો પ્રચંડ વિરોધ કરી સરકારની ઉંઘ હરામ કરીદ ેતી. સરકારે ઝુકવું પડતું. દુખ સાથે કહેવુ પડે છે કે એ વિરોધ પ્રદર્શન કરવા માટે કોઇની પાસે સમય પણ નથી સાથે એવા લડાયક મિજાજના લીડર પણ રહયા નથી. બસ મુંગે મોંઢે સહન કરાવની આદત પડી ગઇ છે. એક જમાનામા ઘરે ઘર તલ તેલનું ચલણ હતું. આજે એ તલ તેલના ડબ્બાનો 15 કિ.નો ભાવ 3800થી 4000 રૂા. બોલે છે. તલ તેલ બાદ લોકો સીંગતેલ ખાતા થયા. આજે એ ડબ્બાનો 15 કી.નો ભાવ 2400થી 2500 રૂા. થયો છે. સામાન્ય ગરીબ પ્રજાએ ત્યારબાદ મજબૂરીવશ કપાસીયા તેલનો ઉપયોગ શરૂ કર્યો. એ ભાવ પણ આજે પોષાય એમ નથી. 15 કિ.નો ભાવ 1900 થી 2000 રૂા. થઇ ગયો છે. છેવટે પ્રજાને ઓછા ભાવમાં તેલ મળી રહે એ માટે તેલના ચાલાક વ્યાપારીઓએ ઘર આંગણે ભેળસેળવાળુ ડીસ્કો તેલ વેચવાનું ચાલુ કર્યું. જેની તંદુરસ્તી પર વિપરીત અસર થાય છે. આવા પ્રકારનું શરીર સાથે ચેડા કરતુ તેલનું પણ આ શહેરમાં ધૂમ વેચાણ થાય છે. મૂળ સવાલ એ થાય છે કે ગુજરાતનું સૌરાષ્ટ્ર તેલ માટે દેશભરમાં પ્રખ્યાત છે. એ ગુજરાતની પ્રજાને આટલુ પોષાય નહી એવુ મોંઘુ તેલ ખાવાનું? બધો ખેલ પૈસાનો છે. સરકાર અને તેલિયા રાજાઓની મીલી ભગતનું આ પરિણામ છે. યાદ રહે અવે આવનારી ચૂંટણીમાં પણ બિચારી પ્રજાનું હજુ તેલ બાબતે વધુ શોષણ થવાનું એ વાત નક્કી.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.