વડતાલ સ્વામિનારાયણ મંદિરની લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટીની કુલ સાત બેઠકમાંથી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકની રવિવારે ચૂંટણી યોજાય હતી. સુરતમાં આઠ મતદાન બુથ પર 54 ટકા મતદાન થયું હતું અને 16 મી એ વડતાલ સ્થિત મતગણતરી થશે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરની લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન રવિવારે સવારે 7-30 થી સાંજે 5-30 સુધી થયું હતું. વહેલી સવારથી જ મતદાન બુથ પર મતદાન કરવા ભક્તોની લાઇનો લાગી ગઇ હતી. દિવસભર મતદાન શાંતિપૂર્ણક પૂર્ણ થયું હતું.
દેવપક્ષ, સિદ્વાંતપક્ષ અને સત્સંગીપક્ષના કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. જેમાં સુરતમાં દેવપક્ષના શંભુભાઇ બાવચંદભાઇ કાછડિયા અને સિદ્વાંતપક્ષ પક્ષમાંથી જગદીશ વસોલિયાએ ઉમેદવારી નોધાવી હતી. આ વડતાલ સંસ્થામાં આસ્થા ધરાવતા કુલ 72 હજાર ભક્તો પૈકી સુરતમાં 26,444 મતદારો છે.
જેમાના 14,272 ભક્તોએ મતદાન કરી સુરતમાં 54 ટકા મતદાન થયું હતું. 15 મી તારીખે મત પેટીઓ વડતાલ જશે અને 16 મી તારીખે મત ગણતરી થશે. ઉલ્લેખનીય છેકે વડતાલ બોર્ડના કુલ સાત પૈકીના ત્રણ બેઠક દેવપક્ષની અગાઉ બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી અધિકારીના પક્ષપાતી વલણથી લઈને નિયમ મુજબ ચૂંટણી ન થતી હોવા સુધીનાં આક્ષેપ સાથે ચૂંટણીના બે દિવસ પહેલા જ સિદ્વાંતપક્ષના ચારેય ઉમેદવારોએ બહિષ્કાર કર્યો હતો. ત્યારે આજે મતદાન દિવસે તેમના ભક્તો પણ મતદાન બુથ પર કાર્યહત રહેતા ભક્તોમાં હલચલ થઇ હતી.