ગણદેવી : વડોદરાથી (Vadodra) ભીવંડી જતી ભારત ટ્રાન્સપોર્ટ કંપનીની (Bharat Transport Company) ટ્રક (Truck) મંગળવારે ગણદેવીના (Gandevi) એંધલ હાઇવે (Highway) પર મળી આવી હતી. રૂ. 34.22 લાખની એલઇડી ટ્યુબ લાઈટ સાથે ટ્રક ચાલક અને ક્લીનર લાપતા બનતા પોલીસે (Police) તપાસ હાથ ધરી હતી. મહારાષ્ટ્રના થાણે વેસ્ટ, નોંધા લક્ઝુ્રિયામાં રહેતા શંકર દાદુ સાવંત, ભારત ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. તેમની કંપનીમાં બે મહિનાથી કામ કરતા ટ્રક ચાલક ક્લીનરે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પાંચ વખત માલની હેરફેર કરી હતી.
દરમિયાન ગત તા. 6/9/2022 રોજ ટ્રક ચાલક ઝફરુન હસન બસીર અહમદ કુરેશી, અને ક્લીનર અકમલખાન ઉર્ફે ગુલફાર સફકતખાન ભારત બેંઝ ટ્રક નં. એમ એચ 04 એચ વાય 8338 માં વડોદરા છાણી ટેકનો ઇલેક્ટ્રોમેક પ્રા. લિ.ની એલઇડી લાઈટ ભરી ભીવંડી પેનાસોનિક લાઈફ સોલ્યુશન ઇન્ડિયા પ્રા. લિ. જવા નીકળ્યા હતા. દરમિયાન ચાલક અને ક્લીનરના ફોન બંધ આવતા જીપીએસ ચકાસણીમાં ટ્રક ગણદેવી તાલુકાના એંધલ હાઇવે નં.48 ઉપર જામભાણી હોટલ નજીક દેખાઈ હતી. જેની કંપની સંચાલકે તપાસ કરતા એલઇડી લાઈટના રૂ. 34,22,082 ની કિંમતના 1407 બોક્ષ ગાયબ હતા. જે મામલે ભારત ટ્રાન્સપોર્ટ કંપની સંચાલકે ટ્રક ચાલક અને ક્લીનર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડીની ગણદેવી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ સાગર આહીર ચલાવી રહ્યા છે.
મુંબઈથી મોબાઇલ ચોરનારો ઇસમ કડોદરાથી ઝડપાયો
પલસાણા: કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મુંબઇથી મોબાઇલ ચોરી કરી એક ઇસમ કડોદરા આવેલ છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસે તેને ચોરીના ૬ મોબાઇલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસમથકે ફ૨જ બજાવતા હરેશ ચૌધરી અને ભૌતિક ચૌધરીને બાતમી મળી હતી કે, કડોદરા આલિશાન ચિકન સેન્ટર નામની દુકાનમાં એક ઇસમ ઊભેલ છે. અને તેની પાસે ચોરીના મોબાઇલ છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં રીયાઝ અલીભાઇ શેખ (ઉં.વ.૧૯) (૨હે.,કડોદરા, ક્રિષ્ણાનગર, મૂળ રહે., તલોજા, સેન્ટ્રલ જેલની પાસે, ઝૂપડપટ્ટી, મુંબઇ શહેર) ચોરીના ૬ મોબાઇલ કિંમત રૂ.૨૬ હજારને ઝડપી પાડી પોલીસે તપાસ કરતાં આ મોબાઇલ મુંબઇ તલોજા ખાતે સિમેન્ટ ફેક્ટરીમાં આવતા ડ્રાઇવરોની નજર ચૂકવી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી કડોદરા પોલીસે તેને ઝડપી પાડી આગળની તજવીજ હાધ ધરી છે.