Gujarat

વડોદરા તરફનો માર્ગ બંધ: ભરૂચ પાલેજ નજીક હાઇવે ઉપર 10 કિમી ટ્રાફિકજામ

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા એક વડોદરા (Vadodra) તરફ જતો માર્ગ ચાર દિવસ માટે NHAI દ્વારા બંધ કરવામાં આવતા બંધ કરાયાના બીજા દિવસે હાઇવે 8 થી 10 કિલોમીટર લાંબા ટ્રાફિકજામની (Traffic) કફોડી સ્થિતિ સર્જાઈ હતી.

  • ભૂખી ખાડીના પુલના સમારકામ માટે વડોદરા તરફનો માર્ગ ચાર દિવસ બંધ
  • ભરૂચના લુવારા-આસુરીયા પાટિયાથી પાલેજ નજીક હાઇવે ઉપર 10 કિમી ટ્રાફિકજામ
  • NH 48 ઉપર બન્ને તરફનો વાહન વ્યવહાર ઠપ: વરેડિયા-માંચ ગામ વચ્ચે બે જ લેનમાંથી પસાર થતાં હજારો વાહનચાલકોના સમય અને ઇંધણનો વ્યય


નેશનલ હાઈવે નંબર 48ના વડોદરા – ભરૂચ સેકશન ઉપર વરેડીયા પાસે આવેલી ભુખી ખાડીના બે માર્ગીય સાંકળા બ્રિજનું સમારકામ સોમવારથી શરૂ કરાયું છે. જે ચાર દિવસ ચાલવાનું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે વડોદરા-ભરૂચ વચ્ચે બન્ને તરફનો ટ્રાફિક વરેડિયા-માંચ વચ્ચે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બન્ને તરફના હજારો વાહનોની અવરજવર માટે માત્ર 2 લેન જ હોવાથી મંગળવારે સવારથી જ ટ્રાફિકની સ્થિતિ વિકટ બની હતી. ભરૂચના લુવારા-અસુરીયા પાટિયાથી પાલેજ નજીકના કિયા ગામ સુધી હાઇવે ઉપર વાહનોની હારમાળા સર્જાઈ ગઈ હતી. આઠથી દસ કિલોમીટર લાંબા ટ્રાફિકજામને લઈ હજારો વાહનચાલકોને ઇંધણના ધુમાડા વચ્ચે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

વરેડિયા અને પાલેજ ગામમાં ચાલકોએ વાહનો ઘુસાડ્યા
ટ્રાફિકજામમાંથી બહાર નીકળવા માટે વાહનચાલકોના એકથી દોઢ કલાક વેડફાઈ જવા સાથે હાઇવે ઉપર જાણે વાહનો સ્ટોર થઇ ગયાનો અહેસાસ થતો હતો. વાહનચાલકોએ ટ્રાફિકમાંથી બચવા વરેડિયા અને પાલેજ ગામમાં વાહનો ઘુસાડતા હાઇવેના ટ્રાફિકે ગામડાઓના આંતરિક માર્ગોને પણ ચપેટમાં લઈ લીધો હતો.

Most Popular

To Top